વંદે ભારત ટ્રેન પર ફરી એક વખત પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. પશ્મિબંગાળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પર સતત બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ગઈ કાલે જ ટ્રેનને પથ્થરમારાનો સામનો કરવો પડયો હતો ત્યારે 24 કલાકમાં બીજી વખત ટ્રેન પર હુમલો થયો છે. જેને કારણે રેલ્વે વિભાગ દોડતું થયું છે.
બીજી વખત ટ્રેન પર થયો પથ્થરમારો
30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્મિબંગાળમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનની સુવિધાને થોડા દિવસો જ વિત્યા છે પરંતુ ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ટ્રેન પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બીજી વખતનો હુમલો ફાંસીદેવા વિસ્તાર નજીક આ હુમલો થયો છે.
પથ્થરમારો થતા બારીના કાંચ તૂટ્યા
સતત બીજી વખત પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેન પર હુમલો થયો છે. કાલે માલદા સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. બીજી વખતનો હુમલો દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી સબડિવિઝનના ફાંસીદેવા નજીક હુમલો થયો છે. આ પથ્થરમારાને કારણે ટ્રેનના C-3 અને C-6 કોચની બારીને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ અનેક વખત અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. રખડતા પશુઓ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાય છે. ઉપરાંત વંદે ભારત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે.