ભારતીય રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. તમારામાંથી અનેક લોકો એ ટ્રેનમાં બેઠા પણ હશો.. આજે વાત વંદે ભારત ટ્રેનની જ કરવી છે કારણ કે 16 કોચની જગ્યાએ 20 કોચ વાળી ટ્રેનને દોડાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે 9મી ઓગસ્ટે આ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. કાલુપુર સ્ટેશનથી આ ટ્રેન ઉપડી હતી. આ ટ્રેનની બીજી એક ખાસીયત છે કે આ ટ્રેન કેસરી કલરની છે..
8 અથવા તો 16 કોચ વાળી ચાલતી હતી વંદે ભારત ટ્રેન
ટ્રેનની મુસાફરીને આપણે ત્યાં સેફ માનવામાં આવે છે. ટ્રેનની મુસાફરી લોકો પસંદ કરતા હોય છે. ભારતીય રેલવે દ્વારા અનેક ટ્રેનો ચલાવવામાં આવતી હોય છે. અનેક ટ્રેનો એવી હોય છે જેનું આકર્ષણ હોય છે.. તેવી જ એક ટ્રેન છે વંદે ભારત ટ્રેન.. હજી સુધી વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 8 અથવા તો 16 કોચવાળી હતી. દેશના મોટા મોટા શહેરોમાં સફેદ રંગની વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 20 કોચ વાળી વંદેભારત ટ્રેન અમદાવાદ- મુંબઈ વચ્ચે ચલાવામાં આવી છે. ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી.
20 કોચ વાળી વંદે ભારત ટ્રેન દોડાવાનો લેવાયો નિર્ણય
વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમને આ નવી ટ્રેન કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો.