વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા અનેક વખત ગાયોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. આ વખતે પણ ગાય વંદે ભારત ટ્રેનના રસ્તા પર આવી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું, પરંતુ આ અકસ્માતમાં એક નહીં પરંતુ બે મોત થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. ટ્રેનની ટક્કર વાગતા ગાય લગભગ 30 મીટર સુધી ઉછળી હતી. ત્યારે ગાયની અડફેટે આવતા શૌચ કરી રહેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
30 મીટર ગાય ઉછળી અને શૌચ કરી રહેલા વૃદ્ધ પર આવી પડી!
આપણે ત્યાં ભલે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરવામાં આવતી હોય તો પણ આપણે ત્યાં અનેક લોકો શૌચ ક્રિયા કરવા માટે રેલવે ટ્રેકની જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ જ આદતને કારણે એક વૃદ્ધની મોત થઈ ગઈ છે. તમને થતું હશે કે વંદે ભારત ટ્રેનના અકસ્માતની વાત વચ્ચે શા માટે સ્વચ્છ ભારતની વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ. પરંતુ આ કેસ પણ વંદે ભારત ટ્રેનના અકસ્માત સાથે જોડાયેલો છે. ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત થયું છે. અને 30 મીટર દૂર સુધી ગાય ઉછળી હતી. ગાય ઉછળવાને કારણે શૌચ કરી રહેલા વૃદ્ધનું પણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જે વૃદ્ધનું મોત થયું છે તેમનું નામ શિવદયાલ શર્મા છે.
વડાપ્રધાન ટ્રેનને થોડા સમય પહેલા જ પીએમ મોદીએ બતાવી હતી લીલી ઝંડી!
થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પરંતુ વંદે ભારત ટ્રેનના અનેક વખત અકસ્માતો સર્જાયા છે. મુખ્યત્વે ગાય ટ્રેક પર આવી જતા ટ્રેન અકસ્માતનો ભોગ બની જતી હોય છે. ટ્રેનની સાથે સાથે ગાય પણ મોતને ભેટતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય અડફેટે આવી જતાં ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. દિલ્હીથી અજમેર જતી વંદે ભારત ટ્રેન મંગળવારે રાતના આઠ વાગ્યે કાલીમોરી ફાટકેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગાય અડફેટે આવી ગઈ હતી. અને ગાયને કારણે એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડતા રહેશે?