રસ્તા પર રખડતા ઢોર માત્ર માણસોને જ નહીં પણ હવે ટ્રેનને પણ અડફેટે લઈ રહી છે. આજે સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી.આ દુર્ઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થયું છે. આ ઘટના આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી જોકે, રાહતની વાત એ છે કે, તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
Gujarat: Vande Bharat Express rams into cattle in second such incident in as many days; train's front portion has suffered minor dent: Official
— Press Trust of India (@PTI_News) October 7, 2022
ગઈ કાલે પણ વંદે ભારત ટ્રેન સાથે સર્જાયો હતો અકસ્માત
Gujarat: Vande Bharat Express rams into cattle in second such incident in as many days; train's front portion has suffered minor dent: Official
— Press Trust of India (@PTI_News) October 7, 2022ગઈકાલે પણ અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે. ગઈકાલે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વટવા નજીક એકાએક ભેંસોનું ટોળું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં ભેંસોના મોત નિપજ્યા હતા.
RPFએ ભેંસના માલિકો સામે નોંધાવી ફરિયાદ
વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગઈ કાલે અકસ્માત સર્જાયો આ મામલે રેલવે સુરક્ષા દળે ગંભીરતા દાખવી ભેંસના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી.