ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે... બનાસકાંઠા, ભરૂચ લોકસભા સીટ પોતાના ઉમેદવારના નિવેદનને કારણે થતી હોય છે.. અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે જ્યારે અનેક ઉમેદવારો હવે ઉમેદવારી નોંધાવાના છે. ફોર્મ ભરવા માટે જ્યારે ઉમેદવાર જાય છે ત્યારે શક્તિપ્રદર્શન કરતા હોય છે. આ બધા વચ્ચે વલસાડના બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ભાજપે ધવલ પટેલને તો કોંગ્રેસે અનંત પટેલને આપી છે ટિકીટ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે.... ત્યારે ગુજરાતમાંથી આજે 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે અન્ય કાર્યકરો સાથે ઉમેદવારીપત્ર ભરે છે અને તે પહેલા શક્તિપ્રદર્શન કરે છે.. ગઈકાલે અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે પણ અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે... વલસાડ બેઠકની વાત કરીએ તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે પોતાના લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
જાતિય સમીકરણો મહત્વના કારણ કે
વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક માટે એવું માનવામાં આવે છે કે જે પાર્ટી આ સીટ પર જીત હાંસલ કરે છે તેની સરકાર બને છે. એટલે આ બેઠક દરેક રાજકીય પાર્ટી માટે મહત્વની છે.. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે....વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના હોવાને કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે......
વલસાડમાં જામશે ખરાખરીનો જંગ
વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણી જંગ રસાકસી ભરી રહેશે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશ્યલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોર્ચાના યુવા નેતાને ચુંટણી સંગ્રામમાં ઉતારતા વલસાડ લોકસભામાં ખરાખરીનો જંગ જોવા મળશે...
અનંત પટેલે નોંધાવી દાવેદારી
આજે અનંત પટેલે ફોર્મ ભર્યું અને જનતાને કહ્યું કે, ભાજપની સરકારને ઉખેડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે.... તમે મારા માટે 25 દિવસ લડો હું 1825 દિવસ તમારા માટે લડવા હું અનંત પટેલ તૈયાર છું.. તેમણે કહ્યું કે આ ભાજપની સરકારને ઉખેડીને ફેદી દેવાનો સમય આવી ગયો છે.... ત્યારે જોવું રહ્યું કે વલસાડની જનતા કોને સંસદ સુધી પહોંચાડે છે.?