Valsad : ગંભીર બેદરકારી બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ! ગાડી ચલાવતો વીડિયો જોઈ ભડક્યો પતિ,જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-08 09:31:09

અનેક વખત આપણે યુવાનોને વાહનો પર સ્ટંટ કરતા જોયા હશે. છુટા હાથે વાહન ચલાવતા કે સ્પીડમાં વાહનો ચલાવતા યુવાનોને કારણે લોકોના જીવ પર સંકટ રહેતું હોય છે. યુવાનોને ગાડી ચલાવતા આપણે જોયા હશે પરંતુ જો નાના બાળકને ગાડી ચલાવવા આપી દેવાય તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે વલસાડમાં એક બાળક ગાડી ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોની વાત કરવામાં આવી રહી છે તેમાં બાળક માસાના ખોળામાં બેસી ગાડીનું સ્ટિયરિંગ પકડી સ્ટંટ કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે. માતાએ આ વીડિયોને સ્ટેટસમાં મૂક્યું અને તેના પતિએ પત્ની તેમજ સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.     


 

સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક વખત સર્જાય છે દુર્ઘટના 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં, સોશિયલ મીડિયા પર મૂકવાના ચક્કરમાં અનેક વખત લોકો પોતાના જીવને તેમજ બીજાના જીવને જોખમમાં મૂકે છે. ઓવર સ્પીડિંગમાં વાહન પરથી કાબુ ગુમાવી દીધો તો, ગંભીર અકસ્માત થાય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. અનેક વખત સોશિયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા વીડિયો પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકવામાં આવેલા વીડિયોને કારણે પતિએ પોતાની પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જે વીડિયોને લઈ પતિએ કેસ દાખલ કર્યો તેમાં તેમનો 10 વર્ષનો બાળક માસાના ખોળામાં બેસી ગાડી ચલાવતો હતો.  


માસાના ખોળામાં બેસી 10 વર્ષના બાળકે ચલાવી ગાડી!

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડે તેમની પત્ની અને તેમના સાઢુભાઈ વિરૂદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ ગાડી લઈને દમણ ફરવા ગયા હતા. મમ્મી પોતાના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા.વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના દસ વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડ્યો અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. 


સ્ટેટસમાં મૂકેલો વીડિયો પિતાએ જોયો અને પછી...  

સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે તેબાળકનો વીડિયો તેના પિતાએ જોયો. આ વીડિયોને લઈ તેમણે પોતાના પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી. બાળક મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો પરંતુ તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી રાખવા બદલ પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પતિ પત્નીને એક બીજા સાથે નથી બનતું જેને કારણે બંને એકબીજાથી જૂદા રહે છે. 


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? 

મહત્વનું છે કે બાળકને તો નથી ખબર કે તેની આ મસ્તી અનેક લોકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. બાળકને તો મજા જ આવે જો એને ગાડી ચલાવવા આપવામાં આવે! બાળક ભલે નાદાન છે પરંતુ તેની માતા અને તેના માસાને તો ખબર હોવી જોઈએ કે આ કેટલી મોટી ભૂલ છે. બાળકની મસ્તીને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું માની રહ્યા છે કે માતા અને માસાને સબક તો મળવો જોઈએ. મહત્વનું છે કે આપણે પણ વાહન ચલાવતી વખતે સતર્કતા રાખવી જોઈએ.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?