વલસાડ વિભાગના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો. 21 ગાયોના મોત,
ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા
આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસની સાથે ગૌપ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોના મોત થતાં રોષ ભભૂકી ઉઠ્યો છે
નોંધનીય છે કે બે દિવસ પહેલા સતત બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. પહેલા દિવસે મણિનગર-વટવા રેલ્વે વચ્ચે વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી.બીજા દિવસે આણંદ અને બોરીયાવી વચ્ચે વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ હતી