Mehsanaમાં વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, PM Modi અને અયોધ્યાથી મહેમાનો આવશે ગુજરાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 12:09:57

22 જાન્યુઆરીના દિવસે રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી.  પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી કરોડો લોકો બન્યા હતા. ત્યારે ગુજરાતના મહેમાન પીએમ મોદી અને અયોધ્યાના લોકો બનાવાના છે. વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં પીએમ પણ ભાગ લેશે



16થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે કાર્યક્રમ 

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. અનેક દાયકાઓ બાદ આવી ક્ષણ આવી હતી જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના અનેક સાધુ-સંતો અને મહંતો ભાગ લેશે. અયોધ્યાથી પણ વિશેષ મહેમાનો ગુજરાતના મહેસાણામાં આવવાના છે. 


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી આપશે હાજરી 

મળતી માહિતી અનુસાર ત્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી પણ તેજ કરી દેવાઈ છે. મહેસાણાના વિસનગર ખાતે આકાર લઈ રહેલું ભવ્ય વાળીનાથ મંદિર સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવાલય હશે. મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર આખા ગુજરાતનું આસ્થા અને અધ્યાત્મનું કેન્દ્ર છે. બળદેવગીરી મહારાજનું આ મંદિર બનાવવા માટેનું સ્વપ્ન હતું. 


અમિત શાહ તેમજ આનંદીબેન પટેલ પણ રહેશે કાર્યક્રમમાં હાજર  

વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મહંત જયરામગીરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ દેશના PM નરેન્દ્ર મોદી મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પર ઉપસ્થિત રહેવાના છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. દેશના અનેક સંતોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?