પર્સનલ સેક્રેટરી માટેની ટિકિટની રજૂઆતની વાત પર વજુભાઈએ તોડી ચૂપી, કહ્યું તેજસ ભટ્ટી મારો PA નહીં, ભાજપ કાર્યકર છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-08 16:51:45

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે ભાજપ મનોમંથન કરી રહી છે. ત્યારે વજુભાઈના આગમનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવી વાત વહેંતી થઈ હતી જે વજુભાઈએ પોતાના પર્સનલ સેક્રેટરી માટે ટિકિટની માગણી કરી છે. વહેતી વાતો પર વજુભાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે.


કાર્યકરો ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે 

એવી અટકળો હતી કે વજુભાઈએ રાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક માટે પોતાના સેક્રેટરી માટે પાર્ટીને રજૂઆત કરી હતી. ત્યારે આ વાતો પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે કહ્યું કે રાજકોટમાં ઓબીસીની કોઈપણ બેઠક નથી. જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે. તેજસ ભટ્ટી મારા અંગત મદદનીશ નહીં, પણ ભાજપનો કાર્યકર છે. તે પણ ભાજપના કાર્યકર છે અને આ કારણે તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. જો વિજય રૂપાણીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તો પણ તેમને જીતાડવા તમામ કાર્યકરો તનતોડ મહેનત કરશે.    


મોરબી દુર્ઘટનામાં સરકારનો વાંક નથી 

મોરબીમાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે મોરબીની દુર્ઘટનામાં રાજ્ય સરકારનો કોઈ દોષી નથી. નગરાપાલિકાએ પોતાની રીતે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પરંતુ કંપની આ પ્રોજેક્ટ કરવા સક્ષમ છે કે નહીં તે અંગે તપાસ કર્યા વિના આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં સરકારનો કોઈ વાંક નથી. આ દુર્ઘટના બની એમાં રાજ્ય સરકારનો વાંક નથી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...