ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આત્મહત્યા કેસના આરોપી રાહુલ નવલાનીની પોલીસે ધરપકડ કરી છે. ઇન્દોર પોલીસે બુધવારે સાંજે તેની ધરપકડ કરી હતી. વૈશાલીએ એક ચિટ્ઠીમાં રાહુલ અને તેની પત્ની દિશા નવલાની પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. પોલીસે રાહુલ પર 5000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સર્વેલન્સના આધારે પોલીસે બુધવારે સાંજે તેને ઝડપી પાડ્યો છે.
મૃતક વૈશાલી અને પૂર્વ બોયફ્રેન્ડની ફાઇલ તસવીર
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આત્મહત્યા કેસમાં ઈન્દોર પોલીસે પૂર્વ બોયફ્રેન્ડની ધરપકડ કરીને મોટી સિદ્ધિ મેળવી છે. રાહુલ નવલાનીની પોલીસ પૂછપરછ ચાલુ છે અને તેના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તે ઈન્દોર અને દેવાસ વચ્ચેના ઢાબામાં છુપાયો હતો. અભિનેત્રીની આત્મહત્યા બાદથી વૈશાલી ઠક્કરનો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાની ફરાર હતો. તેની સાથે તેની પત્ની પણ ફરાર થઈ ગઈ હતી. વૈશાલીએ 15 ઓક્ટોબરે ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી અભિનેત્રીની એક ચિટ્ઠી મળી આવી હતી, જેમાં રાહુલ નવલાની અને તેના ત્રાસની કહાની લખેલી હતી.
પરંતુ જ્યારે પોલીસ આરોપી રાહુલ નવલાણીની શોધમાં તેના ઘરે પહોંચી તો તાળું લટકતું જોવા મળ્યું હતું. પોલીસ પહોંચે તે પહેલા જ તે ભાગી ગયો હતો. વૈશાલી ઠક્કરની આત્મહત્યાના 4-5 દિવસમાં પોલીસે રાહુલ નવલાણીને પોતાની યુક્તિથી પકડી પાડ્યો છે. ઇન્દોર પોલીસે રાહુલ નવલાનીને પકડવા માટે મજબુત પ્લાન બનાવ્યો હતો.
ત્રણ અલગ-અલગ ટીમો, સર્ક્યુલર અને ઈનામ
વૈશાલી ઠક્કરની આત્મહત્યા બાદ પોલીસે ફરાર આરોપી રાહુલ અને તેની પત્નીને શોધવા માટે ત્રણ અલગ-અલગ ટીમો બનાવી હતી. તે ટીમોને સ્પષ્ટ માર્ગદર્શિકા આપ્યા પછી, તેમને વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. વૈશાલીના આ કેસમાં પોલીસની ત્રણેય ટીમો પહેલા દિવસથી જ એક્શન મોડમાં આવી ગઈ હતી. ફરાર આરોપીઓને ગમે તે રીતે પકડવાના હતા, આ માટે સઘન મીટીંગ બાદ ટીમો બનાવવામાં આવી હતી.
રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર મોકલી ટીમો
પોલીસની આ ત્રણ ટીમોને મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન મોકલવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે આરોપીઓ વિરુદ્ધ સર્ક્યુલર નોટિસ જારી કરી હતી અને તેની સાથે 5000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. પોલીસે જાહેરાત કરી હતી કે જે કોઈ પણ બંને આરોપીઓ વિશે માહિતી આપશે તેને 5000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
વૈશાલીની માતા અનુ ઠક્કરે પણ રાહુલ પર ઘણા આરોપો લગાવ્યા હતા. અનુના કહેવા પ્રમાણે વૈશાલીએ તેમને કહ્યું હતું કે રાહુલ તેને અઢી વર્ષથી હેરાન કરી રહ્યો હતો. અનુ હાર્ટ પેશન્ટ હોવાને કારણે વૈશાલીએ આ વાત તેને પહેલા કહી ન હતી. વૈશાલીએ રાહુલને ડર ફિલ્મનો શાહરૂખ ખાન ગણાવ્યો જે બહારથી મીઠો હતો પરંતુ અંદરથી ખૂબ જ ખતરનાક હતો.
આરોપી રાહુલની પત્ની દિશા હાલ ફરાર
પોલીસે રાહુલ પર 5000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. રાહુલને શોધવા માટે પોલીસની ટીમો મુંબઈ અને જયપુર પણ મોકલવામાં આવી હતી. રાહુલની પત્ની દિશા હાલ ફરાર છે. પોલીસ દિશાને શોધી રહી છે.
ધરપકડ બાદ પોલીસે જણાવ્યું કે વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલ સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. તે ઈન્દોર અને દેવાસ વચ્ચેના ઢાબામાં સંતાઈ ગયો, પણ લાંબો સમય રોકાતો નહોતો. પોલીસ તેને પકડવા માટે સતત ટેકનિકલ સર્વેલન્સ કરી રહી હતી. બુધવારે સાંજે તે દેવાસથી ઈન્દોર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. આ પછી પોલીસે રસ્તામાં ચેકિંગ પોઈન્ટ લગાવીને ઝડપી લીધો.