વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજયની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ તબક્કે મળીને ૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે જેમાં દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે ૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે ૧,૦૦,૦૦૦ મળી કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ એવી દીકરીઓને મળશે જેનો જન્મ વર્ષ 2જી ઑગસ્ટ 2019 ના રોજ અને ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ.ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા- પિતાની સંયુક્ત આવક 2,00,000/- (રૂપિયા બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીને એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાની આવક ધ્યાને લેવાશે.અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી (ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાશે.દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપત્તિની આવક મર્યાદા ધ્યાને લેવાશે.
વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં સુરેન્દ્રનગર જિલ્લાની ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ હોવાનું રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ વિધાનસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં આમ જણાવ્યું હતું.