વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું, રાજીનામું કેમ આપ્યું તેનું કારણ જણાવ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 13:04:24

ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોણ આપશે તેની અટકળો હતી કારણ કે ત્રણ ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી હતી. એક હતા અર્જુન મોઢવાડિયા, બીજા હતા ગુલાબસિંહ ચૌહાણ અને ત્રીજા હતા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા.. પછી એવી માહિતી સામે આવી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા જ્યારે તે પહોંચ્યા હતા તે પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તે રાજીનામું આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તે આગામી દિવસોમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

   

Image

ગમે ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં!

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસને 17 સીટો મળી હતી, અપક્ષની 3 અને આમ આદમી પાર્ટીની 5 સીટો હતી. થોડા દિવસો પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે આજે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હમણાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે.      



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...