Vadodara- ભાજપનો ખેસ પહેરીને ધારાસભ્ય રાશન કીટનું વિતરણ કરવા પહોંચ્યા અને પછી સ્થાનિકોએ ઉઘડો લીધો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-02 16:44:49

વડોદરાના લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે.. વડોદરાથી અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે જેમાં ધારાસભ્યને, નેતાને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય.. અનેક ધારાસભ્યોના સમાચાર સામે આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો વધુ એક ધારાસભ્યને કરવો પડ્યો છે. જે ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો છે અને તે છે કેયુર રોકડિયા.. રાશન કીટનું વિતરણ કરવા પાર્ટીનો ખેસ પહેરીને તે પહોંચ્યા હતા અને સ્થાનિકોએ તેમને જતા રહેવા કહ્યું.. 

હરિપુરા વિસ્તારમાં પહોંચ્યા ધારાસભ્ય અને... 

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ કહેર મચાવ્યો હતો.. જેનો આક્રોશ લોકોમાં આજે પણ યથાવત છે... નેતાઓ લોકો વચ્ચે જઈ રહ્યાં છે તેમની મદદ કરવા તો તેમને પણ ખખડાવી રહ્યાં છે.. તેમનો ઉધડો લઈ રહ્યાં છે.... પૂરના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે.... કોઈએ ત્રણ દિવસ તો કોઈએ પાંચ પાંચ દિવસ એવા કાઢ્યા છે જ્યારે પાણી પણ ન મળ્યું હોય... હવે જ્યારે નેતાઓ જઈ રહ્યાં છે તો લોકો હાથ જોડીને તેમને ના પાડી રહ્યાં છે હવે જરુર નથી... ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયા પહોંચ્યા હતા વડોદરાના હરિપુરા વિસ્તારમાં અને લોકોનો આક્રોશ તેમના પર ઠલવાયો તો રાશનકીટનું વિતરણ કર્યા વિના જ નેતાઓએ ચાલતી પકડી.... 



લોકોનો પ્રશ્ન હતો કે જ્યારે જરૂર હતી ત્યારે ક્યાં હતા?  

વિશ્વામિત્રી નદીના વિનાશક પૂરના કારણે લોકોમાં ભારે રોષ છે... બીજી બાજુ ભાજપના નેતાઓ હવે લોકો વચ્ચે જતા ફફડી રહ્યાં છે.... પૂરની સ્થિતિ સમયે ગૂમ થયેલા નેતાઓ હવે પાણી ઓસરતા જ રાશન કીટ લઈને અલગ-અલગ વિસ્તારના લોકોની મદદ માટે જઈ રહ્યાં છે.... પૂરને કારણે જાનમાલનું નુકસાન થયું છે. પૂરનાં પાણી અનેક નવા વિસ્તારમાં ઘૂસી જતા લોકોને ઘરવખરી હટાવવાનો સમય મળ્યો નહોતો. બીજી તરફ પૂરની ત્રાસદી સમયે ગુમ રહેલા નેતાઓ હવે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, જ્યાં તેમના ઘેરાવ સાથે વિરોધ થઈ રહ્યો છે. જેને કારણે નેતાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.રવિવારે ભાજપ દ્વારા દરેક ઝોનમાં અનાજ કિટનું વિતરણ કરાયું હતું. 



સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી.. 

ભાજપ દ્વારા 4 ઝોનમાં અનાજની કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંજે 4 કલાકે ધારાસભ્ય, કાઉન્સિલરો, વોર્ડના પ્રમુખ અને મહામંત્રી સહિત કાર્યકરો અનાજની કિટ લઈ પૂરગ્રસ્ત વિસ્તારમાં નીકળ્યા હતા. ગોરવાના હરિપુરામાં કિટ વિતરણ માટે ભાજપનો ખેસ પહેરીને ગયેલા ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત કાઉન્સિલરો, કાર્યકરોનો રહીશોએ વિરોધ કર્યો હતો. લોકોનું કહેવું હતું કે, 5 દિવસ પૂરનાં પાણી ભરાયાં હતાં ત્યારે કોઈ જોવા આવ્યું ન હતું. અમારે કોઈ સહાય જોઇતી નથી. 



નાગરિકોનો આક્રોશ છલકાય તે સ્વાભાવિક હતું!

સ્થાનિક લોકોની નારાજગી જોઈને કેયુર રોકડિયાએ કહ્યું કે, અગાઉ આવ્યા હતા, પરંતુ અમને કોઈએ જાણ કરી ન હતી.....લોકોએ ઉધડો લેતા ભાજપનો ખેસ પહેરીને આવેલા નેતાઓ, ધારાસભ્યોને ચાલતી પકડવાની ફરજ પડી હતી... આ આક્રોશ પણ વ્યાજબી છે... જ્યારે બધુ જ ગુમાવી દીધું હોય અને પાંચ દિવસ સુધી પીવાનું પાણી પણ ન મળે તો આક્રોશ ઠલવાય સ્વાભાવિક જ છે...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?