Vadodara Tragedy : માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક, આરોપીઓનું એડ્રેસ જ નથી મળતું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 17:18:07

સાહેબ તમે આ રીતે તપાસ કરશો, બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું કાંડ બહાર આવ્યું છે. બોટ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે. જે આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે. જે વ્યક્તિ દુનિયામાં હયાત નથી એને આ લોકો આરોપી બનાવે છે અને પછી એને શોધવા જાય છે.


દુર્ઘટનાના જવાબદાર તરીકે 18 લોકો વિરૂદ્ધ દાખલ કરાઈ FIR 

વડોદરાના હરણી દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે FIR નોંધવામાં આવી છે, જેમાં 18 લોકોના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. આ FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે. બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું તો કોરોનામાં મોત થઇ ગયું છે. જે એડ્રેસ પર આરોપી રહેતો જ નથી તે એડ્રેસનો પોલીસે FIRમાં ઉલ્લેખ કરતા ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે? તે મોટો સવાલ છે.


મરેલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી દાખલ! 

સરકાર અને સિસ્ટમએ ભેગા મળી આ દુર્ઘટના બાદ સાંત્વના આપી હતી કે તપાસ કરીશું અને આરોપીઓને જેલ હવાલે કરીશું એવું રટણ તો ગાયે રાખ્યું પણ આ તપાસ તમે ક્યાં દિશામાં કરવાના છો તમને જ ખબર નથી કારણ કે તમે તો મરેલા આરોપી પર ફરિયાદ દાખલ કરી તેને શોધવા નીકળ્યા છો. અમે તમારી પાસે શું આશા રાખીએ સોશિયલ મીડિયામાં તમે શેર કરેલા એ ફોટો અમે જોઈએ કે જ્યાં તમે ૐ શાંતિ લખીને દુઃખ પાઠવ્યું છે. એ પરિવારોને તમારી સાંત્વનાની જરૂર નથી. એમને તો ન્યાય જોઈએ છે. સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો.


લેકઝોનને સીલ કરવાની કરાઈ કામગીરી 

મોતનું તળાવ બનેલ લેકઝોનમાં બનેલ ગોઝારી ઘટનાની તટસ્થ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે આશા રાખીયે છીએ કે તપાસ થશે અને એ પણ તટસ્થ...કોર્પોરેશન દ્વારા અત્યારે તો આ લેકઝોનને સીલ કરવામાં આવ્યું છે. મોતનું તળાવ બનેલ લેકઝોનની કોર્પોરેશ દ્ધારા તમામ એન્ટ્રી-એક્ઝિટ સહીત ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવશે એવું બોર્ડ બહાર લગાવી દીધું છે..




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?