વડોદરા કરૂણાંતિકા : જો મૃતક બાળક બોલી શકતું તો રાજ્યના મુખ્યમંત્રીને એ પ્રશ્ન ચોક્કસ પુછતું કે દાદા....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 15:10:06

અમે માનીએ છીએ કે કોઈપણ રાજ્યના મુખિયા સામે આ રીતે નાગરીક કરગરતો હોય તો એમને ના જ ગમ્યું હોય, અમે એ પણ જાણીએ છીએ કે કોઈ રાજ્યનો સીએમ એવું નથી ઈચ્છતો કે રાજ્યના બાળકો આવી રીતે તડપી તડપીને મરે, અમે એ પણ જાણીએ છીએ કે કાળજુ તો મુખ્યમંત્રીનું પણ કંપ્યું હશે કેમ કે એ પણ બાપ છે. પણ અમે એક વાત નથી જાણતા કે સતત આવી દુર્ઘટનાઓ પછી પણ રાજ્યના સત્તાધીશોની સંવેદનાઓ વહ્યે જાય પણ મક્કમતાથી નિર્ણયો ના લેવાય તો આ બધી જ વાતોનું શું કરી લઈશું? 

માત્ર હપ્તાના જોર પર ચાલતી એક્ટિવી બંધ કરાવો

સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુ:ખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો. પહેલા બીજા ધોરણના બાળકની લાશ ઘરે આવે, અને બાળકનું શરીર જોઈને થાય કે હજું હમણાં બોલી ઉઠશે મારુ ફુલ, પણ એ નથી બોલતું, નિશ્ચેતન હોય છે. પંખી પીંજરુ છોડીને ઉડી ગયું હોય છે, પણ... જો એ બોલી શકતું તો રાજ્યના મુખ્યમંત્રી એ તમને પ્રશ્ન ચોક્કસ પુછતું કે દાદા...દરેક શહેરમાં મનોરંજનના નામે કોઈ જ પરવાનગી વગર, માત્ર હપ્તાના જોરે ચાલતી આ એક્ટીવીટી બંધ કરાવોને. એ કહેતું તમને કે બોટીંગ કરવાનું છે એવું સાંભળતા જ એ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા, એમને નહોતી સમજ કે 15એ બેસાય કે 30એ, એમને નહોતી ખબર કે સેફ્ટી જેકેટનો મતલબ શું થાય છે. એમને નહોતી ખબર કે એમનાં જીવ આટલા સસ્તા હશે. કે એમનાં મૃત્યું પછી તરત જ, ક્ષણનો વિલંબ કર્યા વગર મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રીના કાર્યાલયો સહાયના નામે કિંમત કરી નાખશે, દરેક લોકો કહેશે કે જવાબદારોને છોડીશું નહીં, પણ... આ બેજવાબદાર લોકોને આવી જવાબદારી અપાય શું કામ છે એનો જવાબ આપશો? 


શું કામ બાળકોનો સોદો કરી દેવાય છે? 

વડોદરાની કરુણાંતિકામાં સામે આવેલા દરેક તથ્યો સરકારને પ્રશ્ન કરે છે. પુછે છે કે થોડા રૂપિયાઓ માટે શું કામ બાળકોના જીવનો સોદો કરી દેવાય છે. હિન્દીમાં એક વાક્ય છે... જનાઝા જીતના છોટા હોતા હૈ, કંધોં પર ઉતના હી ભારી લગતા હૈ... નાના બાળકોનું મૃત્યુ અભિશાપ જેવું લાગે છે. આપણા પૂર્વજોએ લખ્યું હતુ ઈન્સાફ કી ડગર પે, બચ્ચોં દીખાઓ ચલ કે, યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલ કે. પણ આ લોકો શું શીખીને મોટા થશે? જેણે ઈન્સાફનો રસ્તો બનાવવાનો હતો આજે એ જ લોકો ઈન્સાફ માટે કગરે છે. જો તમે ઈચ્છો છો કે આ બંધ થાય તો હપ્તારાજ બંધ કરવું પડશે.


પ્રશ્નો અંતહિન છે પરંતુ જવાબો કદાચ અનંત હશે

નીતિ - નિયમોથી ઉપર કોઈના પણ માટે કશું જ ના હોવું જોઈએ. ખાલી આ દુર્ઘટનામાં સજાની નહીં, આવનારા સમયમાં કોઈ જ આવી દુર્ઘટના નહીં એની ખાતરી અમારે જોઈએ છે. અમારે ખાતરી જોઈએ છે કે બાળકોને નાગરીક બનાવવા માટે સરકાર પણ મદદ કરશે અને બાઈકના હેલ્મેટથી માંડીને નદીમાં લાઈફ જેકેટનું મહત્વ સમજાવશે. છેલ્લી ખાતરી આ દેશના ચાણક્યો પાસેથી જોઈએ છે, જે જરૂર પડે પોતાને માથી વિશેષ કહી દે છે, પણ બાળકોના જીવન માટે બોલવાનું આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. એ શાળાને દોષી કેમ ના માનવી જેણે બાળકોની સુરક્ષાની કોઈ જ ચિંતા કર્યા વગર આ પીકનીક કરાવી. પ્રશ્નો અંતહિન છે, જવાબો પણ કદાચ અનંત હશે, આ માયાજાળમાં નથી પડવું. આ બાળકોને ન્યાય તો જ કહેવાશે જો ફરી આવી દુર્ઘટના નહીં થાય. તક્ષશીલા અને મોરબીના લોકોને તો ન્યાય ના આપી શક્યા. આમને મળે ઈન્સાફ એવી અપેક્ષા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?