Vadodara હરણી લેક દુર્ઘટના અંગે બોલ્યા ન્યૂ સનરાઇઝ શાળાના સંચાલક, જાણો દુર્ઘટના અંગે અને ઓવરલોડેડ બોટ અંગે શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 15:18:06

ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની ચર્ચા થઈ રહી છે. હરણી લેકમાં વિદ્યાર્થીઓ ડુબી જતા 12 વિદ્યાર્થીઓ ઉપરાંત 2 શિક્ષકો મોતને ભેટ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પરિવારને સંવેદના પાઠવી હતી, સહાયની જાહેરાત કરવામાં આવી વગેરે વગેરે.. તે બધુ આપણે જાણીએ. અહીંયા વાત રાજનેતાઓની નથી કરવી પરંતુ ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની કરવી છે. શાળાના સંચાલકોએ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે અમારા સ્ટાફે કહ્યું છતાં બોટવાળાઓએ વધારે લોકોને બેસાડ્યા.

જવાબદાર કોણ તે અંગેના ઉઠાવામાં આવે છે પ્રશ્ન  

અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ક્ષમતા કરતા વધારે લોકોને,વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. બસના, છકડાના એવા વીડિયો સામે આવતો હોય છે જેને લઈ એવા પ્રશ્નો થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે તે બાદ આ ઘટના અંગે જવાબદાર કોણ તે અંગેના પ્રશ્નો થાય છે. વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ સ્કૂલના સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. 


શું આપી શાળાના સંચાલકે પ્રતિક્રિયા? 

પ્રતિક્રિયા આપતા શાળાના સંચાલક ઋષિ વાડિયાએ જણાવ્યું કે “બોટવાળાની બેદરકારીને કારણે આ થયુ છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. ત્યારે અમારા સ્ટાફે તેમને ત્યારે જ કહ્યુ હતુ કે, આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું. અમારા માનસીબેન સ્ટાફમાં છે તેમણે કહ્યુ હતુ કે, આ બોટ ફુલ થઇ ગઇ છે હવે ના બેસાડશો. તો પણ તે લોકોએ કહ્યુ કે, આ તો અમારું રોજનું છે, તમે બેસાડો. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને લાઇફ જેકેટ આપો.” વધુમાં તેમણે કહ્યું કે, “આ લોકોએ બોટમાં બેસાડીને ચાલુ કરીને મોકલી આપી. આ દુખદ ઘટનામાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લે સુધી છીએ. આમાં અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે. આવી ઘટના ફરી કોઇ અન્ય શાળા સાથે ન થાય તે માટે અમને વાલીઓનો પણ સપોર્ટ જોઇએ છે.” મહત્વનું છે કે ગમે તેટલા નિવેદનો આપવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે પરંતુ તેમના માતા પિતાને તો તેમના સંતાન પાછા નથી મળવાના..!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?