વડોદરા SOGએ 20 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ, મુંબઈથી લાવવામાં આવ્યું હતું એમડી ડ્રગ્સ


  • Published By :
  • Published Date : 2023-06-18 17:38:03

મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી વડોદરામાં સપ્લાય કરવાનું મોટું નેટવર્ક વડોદરા SOGએ ઝડપી પાડ્યું છે. સુરતથી વડોદરા જતા વાહનોના ચેકિંગ દરમિયાન 20 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ સુરતના એક શખ્સની ધરપકડ પણ કરી છે, જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા બે શખ્સો સહિત ત્રણને ફરાર જાહેર કરાયા છે.


કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?


જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસો ગઈ રાત્રે કરજણ નેશનલ હાઇવે પર સુરતથી વડોદરા તરફના ટ્રેક પર વાહનોનું ચેકિંગ કરતા હતા દરમ્યાન મળેલી બાતમીના આધારે એક અર્ટિકા કાર આવતા તેને રોકી કારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને કારમાંથી રૂપિયા 20 લાખ કિંમતનું 200 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું કારમાં સવાર દિલશાદ સિરાજુલ હક શેખ (રહે. એસએમસી ક્વાર્ટર્સ ડોક્ટર પાર્ક રોડ જહાંગીરપુરા સુરત)ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મુંબઈના વસઈ ખાતે નાલા સોપારામાં રહેતા સલીમ શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી વડોદરા શહેર અને જિલ્લામાં સપ્લાય કરવાનો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એમડી ડ્રગ્સ ખરીદનારમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે લખન અને સિનોર તાલુકાના સેગવા ગામમાં રહેતા સુનિલ બાબુ પાવાનું નામ ખુલ્યું હતું. પોલીસે એમડી ડ્રગ્સ કાર બે મોબાઈલ અને રોકડ મળી કુલ 25.14 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?