Vadodara : પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા MP Mansukh Vasavaને કરવો પડ્યો વિરોધનો સામનો, ખેડૂતોએ ઠાલવી પોતાની વેદના, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 15:39:42

જનતાને આપણે ત્યાં સૌથી ઉપર માનવામાં આવે છે. જનતા વોટ કરીને ઉમેદવારને સાંસદ અથવા તો ધારાસભ્ય બનાવતા હોય છે. સાંસદ અને ધારાસભ્યને લોક પ્રતિનિધિ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પોતાને પડતી મુશ્કેલીની રજૂઆત ધારાસભ્યોને અથવા તો સાંસદને લોકો કરતા હોય છે પરંતુ જ્યારે તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે લોકોના રોષનો સામનો પણ તેમને કરવો પડતો હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં થયેલી પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકો ઘણા પ્રભાવિત થયા છે. જ્યારે જનપ્રતિનિધિ લોકો વચ્ચે પહોંચે છે ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે. પહેલા ધારાસભ્યને વિરોધનો સામનો કરતો પડતો હતો ત્યારે હવે સાંસદને વિરોધનો સામનો કરવો પડ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લોકોએ ઘેર્યા છે.     


લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે નેતાઓને 

નર્મદા ડેમમાંથી પાણી છોડયા બાદ ત્યાં આસપાસના કાંઠાના વિસ્તારોની હાલત શું હતી તેનાથી આપણે બધા વાકેફ છીએ. પૂરના કારણે લોકોના ઘરને, ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે અધિકારીને આ પૂરને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે  આ તો આભ ફાટવાને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ જ્યારે સ્થાનિકો સાથે નેતાઓ વાત કરવા પહોંચે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડે છે.  


લોકોએ સાંસદ મનસુખ વસાવાને ઘેરી ઠાલવ્યો રોષ 

ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ડેમમાં પાણીની આવક થઈ છે. અનેક ડેમોમાં જળસપાટી સતત વધારો થયો હતો.  નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ગામોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ. ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. પૂરનું પાણી ઉતરતા સ્થાનિકોની મુલાકાત નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદને કરવો પડી રહ્યો છે. ત્યારે પહેલા કુંવરજી હળપતિ પછી દર્શનાબેન અને હવે લોકોએ સાંસદ મનસુખ વસાવાનો વારો લીધો હતો. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જ્યારે સાંસદ ગયા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. 


પૂરને કારણે પાકને પણ થયું છે નુકસાન 

આખી વાત એવી હતી કે વડોદરા જિલ્લાના શિનોરના સૂરાશામળ ગામે પૂર પીડિત લોકોને મળવા માટે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા ત્યાંના લોકોએ સાંસદને જોઈને પોતાનો ગુસ્સો ઠાલવ્યો નદી કાંઠા વિસ્તારમાં ખેતીના તૈયાર પાક પૂરના પાણીમાં નિષ્ફળ થયો છે.જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે સાંસદ વિસ્તારની મુલાકાત લઈને આશ્વાસન આપે એ પહેલા જ ખેડૂતોએ તેમને ઘેરીને પોતાને થયેલા નુ્કસાનને લઈ રોષ ઠાલવ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?