વડોદરા રાજ્યની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, જો કે આજે રામનવમીના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની અનેક શરમજનક ઘટનાઓ બની છે. વડોદરામાં આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા પોલીસ-બંદોબસ્ત વચ્ચે નિકળી હતી. વડોદરાના ફતેહપુરા બાદ હવે કુંભારવાડામાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રાને તોફાની તત્વોએ નિશાન બનાવી છે.
બે વ્યક્તિની અટકાયત
વડોદરાના કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા માહોલ ગરમાયો છે. ટોળું વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારો કરનાર બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વડોદરામાં પથ્થરમારાની ઘટના વધતા બાદ વધુ પોલીસ કાફલો બોલાવાયો છે. ખેડા અને ભરૂચથી પોલીસની ટીમ બોલાવવામાં આવી છે.
Gujarat | Stone-pelting happened today in Vadodara during Rama Navami Shoba Yatra. As per the police, the situation is under control & peace is prevailing in the affected area. pic.twitter.com/5BGMpxivBy
— ANI (@ANI) March 30, 2023
પોલીસ બંદોબસ્ત છતાં પથ્થરમારો
Gujarat | Stone-pelting happened today in Vadodara during Rama Navami Shoba Yatra. As per the police, the situation is under control & peace is prevailing in the affected area. pic.twitter.com/5BGMpxivBy
— ANI (@ANI) March 30, 2023ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા શોભાયાત્રામાં
વડોદરાના કુંભારવાડામાંથી નિકળેલી આ શોભાયાત્રામાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ હાજર હતા. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થર મારાને વખોડ્યો હતો. સાંસદે રામનવમીના તહેવારમાં શહેરમાં શાંતિ અને ભાઈચારો જોવા મળે તેવી અપીલ કરી હતી.
હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આદેશ
વડોદરામાં રામનવમીએ 3-3 વાર પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજ રાત સુધીમાં તોફાની તત્વોને આજ રાત 12 વાગ્યા પહેલા શોધી કાઢવાનો અને તે તમામ લોકોને જેલના હવાલે કરવાનો પોલીસ વિભાગને આદેશ કર્યો છે. આ કારણે ગૃહ વિભાગ અલર્ટ બન્યો છે, પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ બાદ તોફાનીઓને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાની ઘટનાની માહિતી લીધી છે.