લોકસભા બેઠક માટે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... લોકશાહીના આ મહાપર્વની ઉજવણી નાગરિકો મતદાન કરીને કરવાના છે... મતદાન કરતી પહેલા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા મતદાતાઓ દ્વારા.. તેમના ઉમેદવારો તેમના માટે શું કરશે આગામી પાંચ વર્ષ તે જાણવાની ઈચ્છા મતદાતાઓને હોતી હોય છે.. ત્યારે જમાવટે જનતા વતી વડોદરાના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી હતી.. વડોદરામાં ભાજપે ડો. હેમાંગ જોષીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે.
શું કહ્યું ભાજપના ઉમેદવારે?
વડોદરા લોકસભા બેઠક ઉમેદવારને લઈ ચર્ચામાં આવી હતી... ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસમાં પહેલી વાર જાહેર કરેલા ઉમેદવારને બદલ્યા હતા.આ બેઠક પર પહેલા ટિકીટ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી પરંતુ તે બાદ આ ટિકીટ ડો.હેમાંગ જોષીને આપવામાં આવી હતી. જમાવટની ટીમે હેમાંગ જોષીનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે 2029માં વિકસીત વડોદરાની ઝાંખી જોવા આવજો.. તેમણે વડોદરામાં રહેલા વિકાસના સ્કોપને ગણાવ્યા.. શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરશે , આરોગ્ય ક્ષેત્રે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે તે વિકાસ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.
કોંગ્રેસના ઉમેદવારનું છે આ વિઝન
ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને જ્યારે તેમનું વિઝન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપના શાસન પર પ્રહારો કર્યા હતા.. લોકોને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું... વ્યવસ્થાના અભાવને કારણે વડોદરાના લોકોને પાણી નથી મળી રહ્યું. જો તે જીતશે તો તે પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તેવી વાત તેમણે કરી હતી.. તે સિવાય તેમણે પોતાની વાતમાં હરણી બોટ લેકની ઘટનાને યાદ કરી હતી... ત્યારે જોવું રહ્યું કે વડોદરાની જનતા કોને સંસદ સભ્ય બનાવે છે?