Vadodara: પાદરાની ONEIRO LifeCare કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 3 લોકો જીવતા ભૂંજાયા


  • Published By :
  • Published Date : 2024-01-31 19:29:04

રાજ્યની GIDCઓમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓથી મોતના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. જેમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એકલબારા ગામ નજીક આવેલ ઓનીરો લાઈફકેર કંપનીના પ્લાન્ટમાં જબરસ્ત વિસ્ફોટ થયો છે. આ ગોઝારી ઘટનામાં 3 કામદારોના મોત થયા છે જ્યારે 4 શ્રમિકોને ઈજા પહોંચી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ દુર્ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ ત્રણ લોકો જીવતા ભૂંજાયા


મળતી માહિતી મુજબ, ઓનેરો કેમિકલ કંપનીના એમ ઇ પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.  દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં કલ્પેશ બી. જાદવ, ઠાકુર આર. પરમાર, નરેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે


ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા


પાદરાના એકલબારા ગામ પાસે આવેલ ઓનીરો લાઈફકેર કંપની માં આજે પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારો ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા તમામ ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઇર્જાગ્રસ્ત કોન્ટ્રાકટના ત્રણ કામદારોના મોત નીપજ્યું હોવાનું એકલબારા ગામના સરપંચે જાણકારી આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?