વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે.. જેમાં 14 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ કેસમાં પોલીસ તો પોતાની કામગીરી કરી રહી છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા બે દિવસ પહેલા ઝડપાયો હતો. SITએ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 આરોપી ઝડપાયા છે.
કોંગ્રેસના કાર્યકરે બિનીત કોટિયા પર ફેંકી સ્યાહી!
અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ પણ તાજેતરમાં જ પોલીસના હાથે ઝડપાયો છે. કોર્ટમાંથી પોલીસે આ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જો બિનિત કોટિયાની વાત કરીયે તો આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો. જો કે શાહી ફેંકનારાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
મિકેનિકલ બોટ ચલાવવાની આપવામાં આવી ન હતી મંજૂરી!
વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. કોટિયા પ્રોજેક્ટ મંજૂરી વગર જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેડલ બોટની મંજૂરી હોવા છતા કોટિયા પ્રોજેક્ટ દ્વારા મિકેનિકલ બોટ ચલાવવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ માટે VMC અને કંપની વચ્ચે થયેલા મૂળ કરારની કોપીની માગ કરી છે. કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધાનો નિયમ હોવા છતા સુરક્ષાની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી. આ બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો છે, વકીલને મળવા વડોદરા આવ્યો ને પકડી લીધાનો પોલીસનો દાવો કરાઈ રહ્યો છે.
પરેશ શાહ આવ્યો પોલીસના સકંજામાં!
આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ મુખ્ય આરોપી પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો.. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. આરોપી બિનીત કોટિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેના પર કોંગ્રેસ કાર્યકર દ્વારા શાહી ફેંકવામાં આવી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.