વડોદરાનો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો, રૂ.25 હજારની માગી હતી લાંચ


  • Published By :
  • Published Date : 2023-06-06 22:01:56

રાજ્યમાં લાંચીયા અધિકારીઓને પકડવા માટે ACB છટકું ગોઠવતી હોય છે. આવી જ એક ટ્રેપમાં વડોદરાના નાયબ મામલતદાર કેતન શાહને ભરૂચ ACBએ ઝડપી લીધો છે. નાયબ મામતલતદાર કેતન શાહે રૂ.25 હજારની લાંચ લીધી હતી. ફરિયાદીની મિલકત સીલ ના કરવા બદલ લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની મિલકત સીલ ન કરવા અને લોનના પૈસા ચૂકવવા બે મહિનાની મુદત માગી હતી. પરંતુ ફરિયાદીની મિલકત સીલ કરી દેવાની ધમકી આપીને તેની પાસે લાંચ માગવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો હતો.


ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપ્યો


ફરિયાદીએ સમગ્ર મામલે ભરૂચ ACBમાં ફરિયાદ કરી હતી. ભરૂચ ACBએ નાયબ મામલતદાર કેતન શાહને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. સીટી મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ સફળ થઈ છે. ભરૂચ ACBએ ભરૂચ ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ કેતનકુમાર હસમુખલાલ શાહ છે. હોદ્દો- વર્ગ-3- સર્કલ ઓફીસર(નાયબ મામલતદાર) છે. ગુનાનું સ્થળ સર્કલ ઓફીસરની કેબીન, મામલતદારની કચેરી, વડોદરા હતું. 


25000ની લાંચની માંગી હતી


ફરિયાદીએ 2016માં  એસ.બી.આઇ. બેંક માંથી  રૂ.16,50,000 ની હોમ લોન લીધી હતી. જે લોનના હપ્તા લોકડાઉન દરમિયાન તેઓથી ભરી શકાયેલ નહી. જેથી એસ.બી.આઇ. બેંક દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરની કોર્ટમાં No.EC/secu.order/Case No.164-2021/2022થી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા કલેક્ટર વડોદરાએ મામલતદાર  વડોદરા શહેર(પુર્વ)ને ફરીયાદીના મકાનનો કબજો લેવા/સીલ કરવાનો હુકમ કરેલ. જે અન્વયે મામલતદાર વડોદરા શહેર (પુર્વ)એ ફરીયાદીને તેઓના મકાનનો કબ્જો એસ.બી.આઇ. બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ કાઢતા ફરીયાદીએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ) તથા આ કામના આરોપીને રૂબરૂ મળી નોટીસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપવા ગયેલ જે અરજી સ્વીકારેલ નહી. જેથી ફરીયાદીએ વારંવાર તેઓને આજીજી કરી વિનંતી કરતા તેઓએ ફરીયદીની વાત સ્વીકારેલ. પરંતુ મુદત વધારવા માટે તેઓ પાસે રૂ.25000 ની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?