Vadodara : સુનાવણી દરમિયાન વકીલને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 14:39:24

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટથી પણ હાર્ટ એટેકનો કિસ્સો આવ્યો હતો ઉપરાંત વડોદરામાં પણ એક વકીલનું મોત કોર્ટરૂમમાં હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર જે વકીલનું મોત થયું છે તેમનું નામ જગદીશ જાદવ છે. કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુનાવણી દરમિયાન તે અચાનક ઢળી પડ્યા, સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું.

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

53 વર્ષીય વકીલનું થયું હાર્ટ એટેકને કારણે મોત

યુવાનોમાં ,વિદ્યાર્થીઓમાં જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે તે ચિંતાજનક છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો આ આંકડો સતત વધી રહ્યો છે. પ્રતિદિન કોઈનું મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી માહિતી સામે આવતી હોય છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકને કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે તેવી વાત સામે આવી છે. કોર્ટ રૂમમાં કેસની સુનાવણી દરમિયાન સિનિયર વકીલ અચાનક ઢળી પડ્યા. 53 વર્ષના વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવ કોર્ટરૂમમાં પોતાના કેસની દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને બેચેનીનો અનુભવ થયો. 


સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેની પહેલા થઈ ગયું મોત 

બેચેનીનો અનુભવ થયા બાદ તે ઢળી પડ્યા. સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે વકીલનું મોત થયું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વકીલનું મોત થવાને કારણે શોકમાં તેમજ વકીલ મંડળમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એવું માનવામાં આવતું હતું કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ હવે આ ચર્ચા પર આઈસીએમઆરે પૂર્ણવિરામ મૂકી દીધું છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?