Vadodara : Congressના નેતાનો Congress સામે જ ઉકળાટ! કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ BJPના વખાણ કરતા કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-12 09:32:56

રાજકીય નિષ્ણાત અનેક વખત કહેતા હોય છે કે ભાજપ સ્ટ્રેટર્જિથી આગળ વધે છે. ગમે તે ચૂંટણી કેમ ન હોય તેને જીતવા માટે ભાજપના કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. પરંતુ કોંગ્રેસ ચૂંટણી આવે છે ત્યારે જાગે છે! ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજકારણથી જોડાયેલા નવા નવા સમાચાર આવશે અને અવનવા નિવેદનો પણ આવશે. એવું જ એક નિવેદન કોંગ્રેસના નેતાએ આપ્યું છે જેમાં તેમનો ભાજપ પ્રત્યે પ્રેમ છલકાયો છે. 

કોંગ્રેસના નેતાએ કર્યા ભાજપના વખાણ

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓની વ્યથા, પાર્ટી પ્રત્યેની નારાજગી છલકાઈ જતી હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાજપના નેતાઓ એવા નિવેદનો આપતા દેખાય છે. ત્યારે વડોદરાના પાદરામાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ પાર્ટીને લઈ બળાપો કાઢ્યો .આ કાર્યક્રમમાં અર્જુનસિંહ પઢિયાર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બન્યું એવું કે, કોંગ્રેસના નેતા ભાજપના વખાણ કરવા લાગ્યા. 

 

સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત  કરી! 

કોંગ્રેસના સ્નેહમિલનમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં 59 મહિના ખેસ બાજુ જોતા નથી અને કોંગ્રેસ ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ ધોઈને પહેરે છે. હાલ તો કોંગ્રેસના જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાનો જ ભાજપની વાહવાહી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાતા કેટલીય ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસના આ નેતાએ ભાજપની ચૂંટણી રણનીતિના પણ વખાણ કર્યા હતા. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જિલ્લા પંચાયતની વડુ સીટ પરથી સદસ્ય છે. આ સાથે અર્જુનસિંહ અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. 

ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી! 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી અને ચૂંટણીને લઈ કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણી પહેલા ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે વડોદરાના રાજકારણમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?