વડોદરામાં કોમી અશાંતિ, બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13ની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 11:38:11

વડોદરાના માંડવી-પાણીગેટ ચાર રસ્તા પાસે ગઈકાલે સોમવારે મોડી રાત્રે ગણેશજીની સવારી વખતે કોમી ભડકો થયો હતો. બે જૂથે એકબીજા પર પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી. સમગ્ર ઘટના સામે આવતા પોલીસે સીસીટીવીના આધારે પોલીસે 13 આરોપીની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી બે ભાઈઓ યશ કહાર અને ચાર્મીસ કહાર હજી ફરાર છે. યશ કહાર ભાજપ યુવા મોરચા શહેર કારોબારી સભ્ય છે. તોફાની તત્વો દ્વારા સોડાની બોટલ અને પેટ્રોલ બોમ્બ ફેંકવાના પ્રયાસ કરવામાં આવ્યો. અથડામણની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


કઈ રીતે અશાંતિ સર્જાઈ?


શહેરના પાણીગેટથી વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા તરફ જઈ રહેલી શ્રીજીની સવારી દરમિયાન કેટલાંક અસામાજિક તત્ત્વોએ મોડી રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. બે કોમ વચ્ચે કાંકરીચાળો થતાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળાએ પાણીગેટ દરવાજા પાસે આવેલી મસ્જિદના કાચ તેમજ રસ્તા ઉપર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત એકથી વધુ લારીઓ ઊધી પાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે મોડી રાત્રે 13 તોફાનીની ધરપકડ કરી હતી. દરમિયાન સિટી પોલીસ મથકમાં 30 લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બનેલા આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભાગદોડ અને પથ્થરમારાનાં દૃશ્યો જોવા મળ્યાં છે.

ગણેશ મહોત્સવના આરંભ વખતે જ કોમી અશાંતિ સર્જાય તે ચિંતાજનક બાબત છે આપણે ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ કે ભગવાન ગણેશ સૌને સદબુદ્ધિ આપે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.