આ નેતાઓ જે ચૂંટણી ટાણે તમારા મત લેવા માટે તમને કાલા વાલા કરશે ઓફરો આપશે અને ચૂંટણી પૂર્ણ થશે મત મળી જશે તો તમને એટલે કે જનતાને ભૂલી જશે... આવી ચર્ચા દરેક વખતે થાય છે.... પણ આ વાત આજે સાબિત કરી બતાવી છે ભાજપના નેતાએ..... લોકશાહી માટે શરમજનક નિવેદન આપતા ભાજપના નેતા બોલ્યા કે મત આપશો તો તમારા કામ થશે અને નહી આપો તો નહીં થાય....
સાંસદના સન્માન સમારોહમાં નેતાએ આપ્યું ચોંકાવનારૂં નિવેદન
વડોદરા શહેરની રાવપુરા વિધાનસભામાં નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું એક ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું હતું. નિવેદન આપતા તે જણાવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાં થી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહિ ફાળવવી. જેણે મત નથી આપ્યા તેના કામો નહિં કરવા. જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા. આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોંઢા જોતા રહી ગયા હતા. વડોદરાવાસીઓએ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઇને સાંસદ સુધી તમામ ઉમેદવારોને જવલંત મતોથી વિજયી બનાવ્યા છે. ત્યારે આ નિવેદન અત્યંત ચોંકાવનારૂ છે...
જનતાના કામ ન કરવા માટે પ્રમુખે સૂચના આપી...!
આ સાથે... લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યું છે. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી તે માટે પાર્ટીએ વિચાર કરવો જોઈએ.... જે જનતાએ ખોબલે ખોબલે મત આપીને ભાજપના ઉમેદવારને વિજેતા બનાવ્યા... એ જ જનતાના કામ ન કરવા માટે પ્રમુખ સૂચના આપી રહ્યાં છે... ભાજપ દ્વારા તો સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું.... વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી જંગી 5.82 લાખ મતોથી વિજયી થઇને સાંસદ બન્યા છે. જે ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વધુ મત મેળવનાર સાંસદ બન્યા છે....
જનતાને અધિકાર છે પોતાના ગમચો ઉમેદવાર પસંદ કરવાનો.
અરે સાહેબ તમે જનપ્રતિનિધિ છો કામ કરવું એ તમારી ફરજ છે... અને જો ન કરવું હોય તો રાજનીતિમાં ન જોડાવું જોઈએ.... જનતાને અધિકાર છે પોતાને ગમતો ઉમેદવાર પસંદ કરવાનો કોને મત આપવો કોને નહીં એ પણ જનતાનો અધિકાર છે... મત નહીં આપો તો કામ નહીં થાય આવું કહીને લોકોને ડરાવવાની રાજનીતિ માટે તમે અહીંયા આવ્યા... લોકશાહીમાં આ પ્રકારના નિવેદન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે.... રાજ્યની સરકારમાં 13 મંત્રીઓ એવા છે કે જેમને લીડ ઓછી મળી છે તો ત્યાં પણ જનતાએ મત નથી આપ્યાં તો શું એમના માટે વિકાસના કાર્યો નહીં કરો.... તમે જનપ્રતિનિધી થઈને વ્હાલા દવલાની નીતિ કેવી રીતે અપનાવી શકો.....
જનતાએ જનસેવકોની માનસિકતા ઓળખી પાડી છે..!
સત્તાના નશામાં આવો તો કેવો અહંકાર કે ભાન ભૂલીને બેફામ નિવદેનબાજી કરવાની.... ડૉ. હેમાંગ જોશી નવો ચહેરો વડોદરાની અંદર અને છતાંય લોકોએ તમને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા.... અને તમે કહો છો કે મત ન આપે તો કામ ન કરવાના.. એટલે જ મુખ્યમંત્રી જ્યારે વડોદરા ગયા ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે, વડોદરા વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયું.... હવે જનતાએ પણ આવા નેતાઓની માનસિકતાને ઓળખી લેવી પડશે... અરે શહેર પ્રમુખજી તમે તો જનપ્રતિનિધિ છો જનતાના અને શહેરના સમગ્ર વિકાસની જવાબદારી તમારી છે....
ગ્રાન્ટ ક્યાં વાપરવી અને ક્યાં ના વાપરવી તે
વિકાસને પ્રાથમિકતા આપવાનો માપદંડ મત કેવી રીતે હોય શકે... જે જનતા તમને ખોબલે ખોબલે મત આપે છે તે જ જનતાની આવી રીતે ઉપેક્ષા કેવી રીતે કરી શકો.... પ્રતિનિધી તરીકે ચૂંટાયા છો... પિતાજીની પેઢી નથી કે ગ્રાન્ટ ક્યાં વાપરવી અને ક્યાં ન વાપરવી એ તમે નક્કી કરી શકો.... જો લોકોએ મત નથી આપ્યા તો સમીક્ષા કરો કે કેમ નથી આપ્યા... પણ કામ જ નહીં કરો તો મુશ્કેલી તમારા માટે જ ઉભી થશે.... લોકોથી તમે અળગા થઈ જશો....
કેવી રીતે કોઈ પણ જનસેવક આવું નિવેદન આપી શકે?
મતના ધ્રુવીકરણનું કામ કરશો તો તમારો એ વિસ્તાર, શહેર અને રાજ્યનો વિકાસ પણ રુંધાશે... હેમાંગ જોશીના ભવ્ય વિજયનો આભાર માનતા માનતા વિજય શાહ ભાન ભૂલી ગયા... માનસિક વિકાસ પણ થાય એ જરુરી છે... લોકશાહીમાં આવુ શરમજનક નિવેદન કેમ આપી શકો... અપેક્ષા એ રહેશે કે આવા નિવેદનો આપતા પહેલા નેતાઓ વિચાર કરે.....