હાલ ગરમીની સિઝન ચાલી રહી છે.. ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે એસીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પોલીસનું કામ એવું છે કે રસ્તા પર જ તેમને રહેવું પડતું હોય છે.. ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા પોલીસ જવાનોની હાલત કફોડી બની જાય છે, ગમે તેટલી ગરમી કેમ ના હોય તેમને પોતાની ફરજ પર હાજર રહેવું પડતું હોય છે.. ત્યારે પોલીસકર્મીને ગરમીથી રક્ષણ મળે તે માટે એક અનોખું હેલ્મેટ વિકસાવામાં આવ્યું છે.. વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
પોલીસ કર્મીઓને કરવો પડે છે ગરમીનો સામનો
પોલીસકર્મીની ચર્ચા અનેક વખત થતી હોય છે. તેમની કામગીરી પર અનેક વખત સવાલ પણ થતા હોય છે.. સવાલ ઉઠવા પણ જોઈએ પરંતુ આ બધા વચ્ચે એક વાત એવી પણ છે કે જો રસ્તામાં ટ્રાફિક પોલીસ ના ઉભી હોય તો ટ્રાફિક વ્યવસ્થા નથી સચવાતી..! જો ટ્રાફિક પોલીસ ના હાજર હોય તો અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. ભલેને ગરમીનો હોય, ઠંડી હોય કે વરસાદ હોય પોલીસને ત્યાં હાજર રહેવું પડે છે જ્યાં તેમની ડ્યુટી હોય છે..
એસી હેલ્મેટથી સુસજ્જ કરાયા પોલીસકર્મીઓને
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે... કાળઝાળ ગરમીનો અનુભવ હાલ લોકોને થઈ રહ્યો છે. અસહ્મ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ગરમીમાં સૌથી વધારે ખરાબ હાલત ટ્રાફિક પોલીસની થતી હોય છે.. ત્યારે ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તે માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ એસી હેલ્મેટને કારણે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળશે... મળતી માહિતી અનુસાર 450 ટ્રાફિક પોલીસ જવાનોને આ હેલ્મેટ આપવામાં આવ્યા છે..
પોલીસકર્મીઓને મળશે ગરમીથી રાહત
મહત્વનું છે કે ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીને કારણે અનેક લોકો ગંભીર રીતે બિમાર પડતા હોય છે... હિટ સ્ટ્રોકની અસર અનેક લોકો પર જોવા મળતી હોય છે... ત્યારે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે.