વિરાસત ભી, વિકાસ ભી’ ગુજરાતના મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિર રાજ્યનું સાતમું યાત્રા પ્રવાસનધામ બન્યું.વડનગરનું નાગર જ્ઞાતિના કુળદેવતાનું હાટકેશ્વર મંદિર ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ અજોડ છે. નાગર જ્ઞાતિના કુળદેવતા તરીકે જાણીતા હાટકેશ્વર મહાદેવનું આ મંદિર વિશ્વભરમાં આસ્થા માટે આગવું સ્થાન ધરાવે છે
"વિરાસત ભી, વિકાસ ભી’ હેઠળ આ પ્રાચીન શહેર વારસો, સંસ્કૃતિથી સમૃદ્ધ છે અને ઘણા મહત્વપૂર્ણ પુરાતત્વીય ઇતિહાસ ધરાવે છે. વડનગર અગાઉ અનંતપુરા અને આનંદપુરા બંને નામ થી ઓળખાતું હતું.

હાટકેશ્વર મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો, સુવર્ણ શિખર અને યજ્ઞશાળાની સાથે આ પુરાતન મંદિરની શિલ્પકલાનો વૈભવ જોવા મળે છે, જ્યાં વિશાળ મંડપ, શિલ્પો દ્વારા દર્શાવાયેલ વિષ્ણુના દશાવતાર તથા પાંડવોના અરણ્યવાસથી સંકળાયેલા શિલ્પો દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે.
