ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક બન્યું છે, દેશમાં 90 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પરિસ્થિતીથી દુનિયાભરમાં ચિંતાનો વિષય બની છે. ગુજરાત સરકારે પણ રાજ્ય સરકાર પાસે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી હતી. લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. જો કે હવે ફરીથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર એક્સનમાં
ચીન બાદ સિંગાપોર, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકામાં પણ કોરોના કેસ વધ્યા છે. ભારતમાં પણ પ્રવાસીઓના કારણે ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે. આ કારણે ગુજરાત સરકાર સક્રિય બની છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર્રેશને તો કોરોનાને લઈ રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી લોકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
AMCને મળ્યા 43 હજાર ડોઝ
અમદાવાદમાં આજથી જ તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. ભારત સરકાર તરફથી મનપાને કોવિશિલ્ડ-કોવેક્સિનના કુલ 43 હજાર ડોઝ કરાયા પ્રોવાઇડ કરવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે.