Uttrakhand: ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં ગયેલા પૂર્વ મંત્રી હરક સિંહ રાવતને ત્યાં ઈડીના દરોડા, જાણો કયા કેસને લઈ કરાઈ રહી છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2024-02-07 13:18:28

ઈડીની ટીમ આજકાલ સખત એક્ટિવ દેખાઈ રહી છે. અલગ અલગ ઠેકાણા પર ઈડીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. દિલ્હીથી ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે આપના અનેક નેતાઓના ઘરે ઈડીએ રેડ કરી છે. અનેક કલાકો સુધી તપાસ ચાલી વગેરે વગેરે... ત્યારે આજે ફરી એક વખત ઈડીની ટીમ એક્ટિવ થઈ છે અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના અનેક ઠેકાણો પર છાપેમારી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે કોંગ્રેસના નેતાને ત્યાં ઈડી ત્રાટકી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને છોડીને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 

કોંગ્રેસના હરકસિંહના ઠેકાણાઓ પર ઈડીની રેડ!

ગઈકાલે દિલ્હીમાં ઈડીની ટીમે આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં રેડ પાડી હતી. અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના પીએસને ત્યાં તેમજ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પડી હતી ત્યારે આજે ઈડીની ટીમે ઉત્તરાખંડમાં રેડ પાડી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરકસિંહ રાવતના અનેક ઠેકાણાઓ પર ઈડીએ રેડ પાડી છે. મળતી માહિતી અનુસાર EDના આ દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે જ્યારે બીજો કેસ જમીન કૌભાંડનો છે. એવું પણ સામે આવ્યું છે કે ગત વર્ષે વિજિલન્સ વિભાગે આ કેસમાં હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એક જગ્યા પર નહીં પરંતુ ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  

ગઈકાલે અનેક જગ્યાઓ પર ઈડીએ કરી હતી રેડ

મહત્વનું છે કે દિલ્હીમાં ઈડી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત આપ નેતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ મંત્રીને ત્યાં ઈડી ત્રાટકી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે