ગંગોત્રી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતીઓ મોતને ભેટ્યા છે. ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતી પરિવારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બસ ખીણમાં ખાબકી પડી હતી અને ભક્તો કાળનો કોળિયો બની ગયા હતા. શ્રદ્ધાળુઓના મોતને કારણે ભાવનગર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ઉઠી હતી. આ અકસ્માત સર્જાયો એની પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં મૃત્યુ પામનાર ભક્તો મહાદેવની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. હર હર મહાદેવના નાદથી બસ ગુંજી હતી. ભક્તિમાં તરબોળ ભક્તો જોત જાતોમાં કાળનો કોળિયો બની ગયા અને ગંગોત્રી જવાની બદલીમાં તે અનંતની યાત્રાએ નીકળી ગયા છે.
અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે
ગઈકાલે ઉત્તરાખંડથી એક ઘટના સામે આવી જેણે બધાને હલાવી દીધા હતા. ગંગોત્રીથી પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા છે. ગંગોત્રી હાઈવે પર રવિવારે બસ ખાબકી પડી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા. અકસ્માત બન્યો તે પહેલાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. તે વીડિયોમાં ભક્તો ભક્તિમાં તત્લીન જોવા મળી રહ્યા છે. ભક્તોને ક્યાં ખબર હતી કે આવનારી ક્ષણ તેમના માટે અંતિમ સાબિત થઈ છે. બસ પરથી ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાયો તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. મરતા પહેલા ભક્તોએ મહાદેવનું નામ લીધું હતું.
ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં થયા અનેક ગુજરાતીઓના મોત
ગંગોત્રી ધામથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને રવિવારે અકસ્માત નડ્યો હતો. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા તે અચાનક જ ઉંડી ખીણમાં પડી હતી. ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં ખાબક્યા બાદ રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અનેક યાત્રાળુઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અનેક લોકોના મોત આવા અકસ્માતને કારણે થયા છે. યાત્રાધામે નીકળેલા અનેક શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બનતા હોય છે.