Uttarkashi Tunnel Rescue : કામદારોથી માત્ર પાંચ મીટર દૂર રેસ્ક્યુ ટીમ! ટૂંક સમયમાં મોટી સફળતા મળી શકે છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-28 11:02:07

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 16 દિવસથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા, અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરી શ્રમિકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટનલની સામે ડ્રિલીંગ મશીન ફેલ થઈ રહ્યા છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. રેસ્ક્યુની કામગીરી માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. જે જગ્યા પર આ ઘટના બની ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી છે અને કેવી પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવી છે. 


41 શ્રમિકોના જીવને બચાવવા કરાઈ રહી છે મહેનત 

દિવાળી પહેલા ઉત્તરકાશીમાં એક ઘટના બની હતી જેમાં 41 શ્રમિકોના જીવ પર સંકટ તોળાયેલું હતું. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે 41 શ્રમિકો નીચે દબાયા હતા. 16 દિવસ જેટલો સમય વીતિ ગયો છે રેસ્ક્યુની કામગીરી શરૂ કરે પરંતુ હજી સુધી સફળતા નથી મળી. અલગ અલગ રીતનો ઉપયોગ કરી શ્રમિકોના જીવને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પહેલા ડ્રિલિંગ મશીનની મદદ લેવામાં આવી રહી હતી પરંતુ અનેક વખત ડ્રિલીંગ મશીન બંધ પડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ જતી હતી.

કેટલે પહોંચી રેસ્ક્યુની કામગીરી?

ત્યારે 27 નવેમ્બરથી મેન્યુઅલી ડ્રિલીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિશેષજ્ઞોની ટીમ કરી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે 12 ઉંદર ખાણ કરનારાઓની ટીમે અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 મીટર સુધી ખોદકામ કર્યું છે. લગભગ 12 નિષ્ણાતો આમાં સામેલ છે. ટનલમાંથી કાટમાળ હટાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા ટનલ ઉપર રસ્તો બનાવીને કામદારોને બહાર કાઢવામાં આવશે. લગભગ 42 મીટર વર્ટિકલ ડ્રિલિંગનું કામ કરવામાં આવ્યું છે. વર્ટિકલ ડ્રિલિંગ કુલ 86 મીટરની ઊંડાઈ સુધી કરવાનું છે. 30 નવેમ્બર સુધીમાં આ પૂર્ણ થવાની આશા છે. ત્યારપછી ટનલની અંદર ફસાયેલા કામદારોને આ 1 મીટર પહોળી શાફ્ટ દ્વારા બહાર કાઢવામાં આવશે.

અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે પ્રાર્થના 

મહત્વનું છે કે અનેક વખત એવા સમાચાર સામે આવતા હતા કે થોડા કલાકોમાં જ શ્રમિકો બહાર આવી શકે છે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. પીએમઓની ઓફિસના અધિકારીઓ ત્યાં હાજર છે તેવી જાણકારી સામે આવી છે. અલગ અલગ જગ્યાઓ પર શ્રમિકો જલ્દી બહાર સુરક્ષિત આવી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. હવે જોવું એ રહ્યું કે શ્રમિકો ટનલની બહાર ક્યારે આવશે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?