Uttarkashi Tunnel Collapsed : દિવાળી મનાવવા જાય તે પહેલા શ્રમિકો સાથે સર્જાઈ દુર્ઘટના, આ રીતે થઈ રહ્યો છે સંપર્ક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 11:49:25

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અનેક નિર્માણાધીન બ્રિજો, ટનલો તૂટી પડતી હોય છે જેને કારણે લોકોના જીવ જતા હોય છે. ત્યારે ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડ્યો હતો. આ ટનલમાં 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. ઘટનાની જાણ થયા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ફસાયેલા શ્રમિકોને પાઈપની મદદથી ઓક્સિજન તેમજ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ફસાયેલા શ્રમિકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બચાવ કાર્ય કરી રહેલી ટીમના જણાવ્યા અનુસાર ટનલમાં ઘૂસવા માટે બાજુમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી છે.

 

ટનલ તૂટી પડતા ફસાયા 40 જેટલા શ્રમિકો 

દુર્ઘટના ગમે ત્યારે અને ગમે તેની સાથે સર્જાઈ શકે છે. ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં 40 જેટલા શ્રમિકો જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે મજૂરોના જીવન સંકટમાં મૂકાયા છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ વચ્ચે ભૂસ્ખલનને કારણે ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. સિલ્ક્યારા ટનલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટનાની માહિતી આપતા પ્રોવિન્શિયલ ગાર્ડ જવાન રણવીર સિંહ ચૌહાણે કહ્યું કે કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. વોકી-ટોકીના મદદથી અંદર ફસાયેલા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

પાઈપની મદદથી ઓક્સિજન અને પાણી અપાઈ રહ્યો છે

રાહત બચાવ કાર્ય કરી રહેલા અધિકારી પ્રશાંત કુમારે જણાવ્યું કે, "ટનલની અંદર 40 લોકો ફસાયેલા છે. બધા સુરક્ષિત છે, અમે તેમને ઓક્સિજન અને પાણી પૂરું પાડ્યું છે. હાલની સ્થિતિ એ છે કે ગઈકાલે અમે ટનલની અંદર ફસાયેલા લોકો સાથે વાતચીત કરી હતી. અમે લગભગ 15 મીટર ટનલની અંદર ગયા, અને લગભગ 35 મીટર હજુ આવરી લેવાના બાકી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે, અમે ઓક્સિજન અને પાણી પૂરું પાડ્યું છે. અમે ટનલની અંદર જવા માટે બાજુ તરફ જઈએ છીએ. શ્રમિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?