દિવાળી પહેલા ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. 40 શ્રમિકોના જીવ આ કાટમાળ નીચે દબાયેલા છે. શનિવાર મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી, શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પર શરૂ કરવામાં આવ્યું પરંતુ 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 40 જેટલી જીંદગીઓ પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. બચાવ કામગીરી દરમિયાન ડ્રિલિંગ મશીન તૂટી ગયું હતું જેની સીધી અસર રેસ્ક્યુની કામગીરી પર પડી હતી. ઉલ્લેખનિય છે કે ક્ષતિગ્રસ્ત મશીનને દૂર કરીને નવું ડ્રિલિંગ મશીનને કામ પર લગાવવામાં આવ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.
ડ્રીલ મશીન બગડતા ખોરવાઈ રેસ્ક્યુની કામગીરી
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડતા તેની નીચે 40 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. એવું માનવામાં આવતું હતું કે થોડા કલાકોની અંદર આ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે, રેસ્ક્યુની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ શ્રમિકોના જીવ પર જોખમ હજી પણ એટલું જ છે. રેસ્ક્યુની કામગીરી કરવા માટે જે ડ્રીલ મશીનની મદદ લેવામાં આવી રહી હતી તે બગડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી પર અસર થઈ. ખરાબ મશીનને હટાવીને ફરીથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને એવી પણ માહિતી સામે આવી છે જે પ્રમાણે આજ સાંજ સુધીમાં આ બચાવ કાર્ય પૂર્ણ થઈ શકે છે.
40 શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા!
નિર્માણ પામી રહેલી ઈમારતો, બિલ્ડીંગો, બ્રિજો સાથે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને નુકસાન થાય છે. ત્યારે એક દુર્ઘટના શનિવાર મોડી રાત્રે ઉત્તરાખંડમાં બની હતી. નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતા તે કાટમાળની નીચે 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ હતી પરંતુ અનેક કલાકો વિત્યા પછી પણ તે શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ શ્રમિકો હજી કાટમાળની નીચે ફસાયેલા છે.
રાજ્યના મુખ્યમંત્રીએ લીધી હતી સ્થળ મુલાકાત
શ્રમિકો સુધી ઓક્સિજન પાઈપલાઈનની મદદથી પહોંચાડવામાં આવી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી હતી કે આ ટલનમાં જે શ્રમિકો ફસાયા છે તેમાં બિહારના 4, ઉત્તરાખંડના 2, બંગાળના 3, યુપીના 8, ઓરિસ્સાના 5, ઝારખંડના 15, આસામના 2 અને હિમાચલ પ્રદેશના એક કર્મચારીનો સમાવેશ થાય છે. પાણી પણ શ્રમિકોને પાઈપલાઈનની મદદથી પહોંચાડવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી ઉપરાંત પીએમ મોદીએ પણ આ ઘટનાની જાણકારી મેળવી હતી તેવી માહિતી સીએમએ આપી છે. એવી માહિતી સામે આવી છે કે જો બધુ અનુકુળ રહ્યું તો આજ સાંજ કે રાત સુધીમાં શ્રમિકોનું રેસ્ક્યુ થઈ શકે છે.
#WATCH | Dehradun: On the Uttarkashi tunnel accident, Uttarakhand CM Pushkar Singh Dhami says, " I am closely monitoring the situation. I had visited the spot, and I also spoke to the family members of the people who're trapped inside...food, water and oxygen being supplied to… pic.twitter.com/ffD432WBCu
— ANI (@ANI) November 14, 2023