Uttarakhand Tunnel Collapse : 40 શ્રમિકોના જીવ બચાવવા કરાઈ રહ્યા છે પ્રયાસો, શ્રમિકોનો પરિવાર સ્થળ પર હાજર...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 12:18:42

છેલ્લા 7 દિવસોથી લોકોની નજર ઉત્તરાખંડમાં બનેલી એક દુર્ઘટના પર ટકેલી છે. 144 કલાક જેટલો સમય વીતિ ગયો છે અને 40 મજૂરોને ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાથી કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. 40 મજૂરોના જીવ બચ્ચાવવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. શ્રમિકોને કાઢવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુધ્ધના ધોરણે બચાવ કામગીરી કરાઈ રહી છે. શ્રમિકોના જીવ બચી જાય તે માટે હવે અમેરિકાથી મશીનનો સહારો લેવામાં આવી રહ્યો છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોને પાઈપલાઈનની મદથી ઓક્સિજન તેમજ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ શ્રમિકોનું રેસ્ક્યુ જલ્દી થાય તે માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.       

40 શ્રમિકોના જીવ પર હજી પણ છે સંકટ 

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાનું ઓપરેશન છેલ્લા અનેક દિવસોથી ચાલી રહ્યું છે. વોકી-ટોકીની મદદથી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ટનલમાં ડ્રિલિંગનું કામ તાત્કાલિક ધોરણે ચાલી રહ્યું હતું પરંતુ વચ્ચે ડ્રિલીંગ મશીન બગડી ગયું હતું જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનને રોકવું પડ્યું હતું. બગડેલા ડ્રિલીંગ મશીને બદલી બીજા ડ્રિલીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં અમેરિકી મશીનનો ઉપયોગ શ્રમિકોને બચાવવા માટે કરાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં ડ્રિલિંગની મદદથી 25 મીટરથી વધુ પાઇપ નાખવામાં આવી છે. 


પીએમ મોદીએ કરી સ્થિતિની સમીક્ષા 

એક તરફ ટનલની અંદર પાઈપ નાખવાનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ બચાવની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે SDRF, NDRF, ફાયર સર્વિસ, મેડિકલ સર્વિસ અને પોલીસે મળીને મોકડ્રીલ હાથ ધરી હતી. સાથે જ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સહિત દરેક કામ કરી રહ્યા છે. પાઈપ લગભગ 25 મીટરમાં નાખવામાં આવી છે. કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. પીએમ મોદી પણ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.


શ્રમિકોને બચાવવા કરાઈ રહી છે વિશેષ પૂજા!   

સતત આટલા દિવસ થી સુરંગમાં ફસાયેલા 40 મજૂરોમાંથી તેમના ઘણા સંબંધીઓ સ્થળ પર છે. વહીવટીતંત્રની ટીમો અને પરિવારના સભ્યો કામદારો સાથે સતત વાતચીત કરી રહ્યા છે. ત્યાં એક મજૂરે અંદરથી પોતાના કાકા સાથે વાતો પણ કરી પરંતુ 7 દિવસથી આ લોકો એવી જગ્યાએ ફસાયા છે જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કીલ હોય છે. ત્યારે એ બધા 40 શ્રમિકોની સુરક્ષા માટે પ્રાર્થના અને પૂજા પણ શરૂ થઈ ગઈ છે. 40 મજૂરો છેલ્લા 7 દિવસથી ફસાયેલા છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ઘણી ધાર્મિક સંસ્થાઓ યજ્ઞ અને પૂજા કરી રહી છે. સુરંગમાં ફસાયેલા 40 મજૂરોને વહેલી અને સુરક્ષિત બહાર આવવા માટે માતા ગંગા અને બાબા ભોલેનાથની પ્રાર્થના કરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?