ઉત્તરાખંડમાં એક વિધાન, એક કાનૂન! વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રી રામના નારા


  • Published By :
  • Published Date : 2024-02-06 14:43:03

આજે ઉત્તરાખંડ વિધાનસભા સત્રના બીજા દિવસે સરકારે સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભારતીય બંધારણની નકલ સાથે દેહરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. સીએમ ધામીએ આજે ​​વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું હતું.

 

CM ધામીએ કર્યું ટ્વીટ


ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું  દેવભૂમિ ઉત્તરાખંડના નાગરિકોને એક સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાનું બિલ રજુ કરવામાં આવશે. આ આપણા તમામ લોકો માટે ગર્વની ક્ષણો છે કે આપણે યુસીસી લાગુ કરવાની દિશામાં આગળ વધનારા દેશના પહેલા રાજ્યના સ્વરૂપમાં ઓળખવામાં આવશે. 


2 ફ્રેબ્રુઆરીના રોજ સીએમને ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો


ડ્રાફ્ટને તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 10 મહિનાના કાર્યકાળમાં વિવિધ ધર્મો, સમુહો, સામાન્ય લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ચાર ભાગ અને 740 પાનાનો આ ડ્રાફ્ટ સમિતિએ 2 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ધામીને સોંપ્યો હતો.  


4 ફેબ્રુઆરીએ લાગી હતી કેબિનેટની મોહર


4 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટ અને તેના સંબંધમાં બિલ પર મંજુરીની મહોર લાગી હતી. આ દરમિયાન વિધાનસભા સત્રમાં સોમવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યકારી સમિતિની બેઠકમાં મંગળવારના એજન્ડા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 


વિપક્ષના નેતાએ કરી રાજીનામાની જાહેરાત


સમિતિમાં બહુમતીથી મંગળવારે પ્રશ્નકાળ અને શુન્યકાળ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા યશપાલ આર્યએ આરોપ લગાવ્યો કે સરકાર ગૃહની પરંપરાઓ સાથે રમત રમી રહ્યા છે. વિપક્ષના નેતા યશપાલ આર્ય તથા પ્રિતમ સિંહએ બહુમતીથી પ્રશ્નકાળ અને શુન્યકાળ ન હોવાનો વિષય પસાર થવા પર કાર્યકારી સમિતિથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 


 બિલ આસાનીથી પસાર થઈ જશે


સ્વતંત્ર ભારતમાં ઉત્તરાખંડ વિધાનસભા આ પ્રકારનું બિલ રજુ કરનારી પહેલી એસેમ્બલી બની છે. સત્તારૂઢ ભાજપ પાસે આ બિલને પાસ કરાવવા માટે પુરતી બહુમતી છે. પ્રદેશમાં કોંગ્રેસ પાસે 47 અને કોંગ્રેસ પાસે 19 સીટો છે. આ બિલ પાસ કરાવવામાં ધામી સરકારને બહું મુશ્કેલી નહીં થાય. બિલ રજૂ થતાં જ ઉત્તરાખંડ વિધાનસભા ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.