Uttar Pradesh : ચિતા પર માતાનો શવ હતો અને દીકરીઓ મિલકતની વહેંચણીને લઈ ઝઘડતી રહી! જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 10:27:53

કહેવાય છે કે માતા-પિતા અને તેના સંતાનનો સંબંધ એક નિસ્વાર્થ સંબંધ હોય છે. પરંતુ હવે તો કળિયુગ આવી ગયો છે કે માતા પિતાને પણ બાળકો પૈસા માટે ભૂલી ગયા છે! પૈસો તો માણસને માણસાઈ પણ ભુલાવી શકે છે. પૈસો માણસને શું શું કરાવી શકે એનું એક ઉદાહરણ ઉત્તરપ્રદેશથી સામે આવ્યું છે. યુપીના મથુરામાં માતાના અવસાન બાદ દીકરીઓ વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ થયો હતો. માતાનો મૃતદેહ સ્મશાનમાં 8 થી 9 કલાક પડ્યો રહ્યો અને દીકરીઓ ત્યાં જમીન માટે બાઝતી રહી. 

માતાનો મૃતદેહ સ્મશાનમાં પડ્યો રહ્યો અને દીકરીઓ ઝઘડતી રહી!

ઉત્તરપ્રદેશના મથુરાથી માનવતાને શરમાવે એવી એક ઘટના સામે આવી છે. એક મામલો સામે આવ્યો છે જેમાં 85 વર્ષીય મહિલા પુષ્પાના મૃતદેહને 8થી 9 કલાક સુધી ચિતા પર રાખવામાં આવી પરંતુ તેમના અંતિમ સંસ્કાર ન થયા. કારણ કે તેમની દીકરીઓ જમીન માટે ઝઘડતી રહી. માતાના મૃત્યુ બાદ તેની ત્રણ દીકરીઓ વચ્ચે જમીનને લઇને ઝઘડો થયો તો એક દીકરીએ હઠ કરી કે મને મારો ભાગ નહિ મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવા દે. એ ઝઘડામાં અને ઝઘડામાં 8 થી 9 કલાક સુધી સ્મશાનમાં માંનો મૃતદેહ પડ્યો રહ્યો. 

માતાની મિલકતની વહેંચણીને લઈ થયો ઝઘડો!

મૃતક પુષ્પાને કોઈ પુત્ર નથી. તેમને માત્ર ત્રણ દીકરીઓ છે. જેમના નામ મિથિલેશ, સુનીતા અને શશી છે. છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા મોટી પુત્રી મિથિલેશના ઘરે રહેતી હતી. મિથિલેશે તેની માતાને લગભગ દોઢ વીઘા જમીન વેચવા માટે મનાવી લીધા હતા અને આ વાત બીજી બે દીકરીઓને ખબર પડી ગઈ તો માંના મૃત્ય બાદ બંને એ ખેલ શરુ કર્યા. મોટી બહેનને દોષી ઠેરવીને તેની માતાના અંતિમ સંસ્કાર અટકાવ્યા. બંને બહેનોએ મિથલેશ સાથે તેમની માતાની મિલકતની વહેંચણીને લઈને ઝઘડો કર્યો.


પોલીસે આવી બહેનો વચ્ચે કરાવી સૂલેહ

બંને બહેનો સુનીતા અને શશિએ માંગ કરવાનું શરૂ કર્યું કે તેમની માતાની બાકીની મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવે તો જ એ અંતિમ સંસ્કાર થવા દેશે બહેનો વચ્ચે આ લડાઈ લાંબા સમય સુધી ચાલતી રહી. જેના પર સ્મશાન પર કામ કરતા લોકોએ પોલીસને જાણ કરી અંતે સાંજે 6.00 વાગ્યાના સુમારે ત્રણેય બહેનો વચ્ચે લેખિત કરાર થયો હતો, જેમાં મૃતકની બાકીની મિલકત શશી અને સુનિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે તેવું લખવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતિમ સંસ્કાર થયા. આ સમગ્ર ઘટનાને લગભગ 8 થી 9 કલાક જેટલો સમય લાગ્યો અને મૃતદેહને સ્મશાનમાં રાખવામાં આવ્યો.


પ્રોપર્ટી માટે થઈ રહ્યા છે ઝઘડા! 

માના મરવાનું દુઃખ તો સાઈડમાં રહ્યું પણ આ તો પ્રોપર્ટી માટે ઝઘડિયા. આ તો ઝાડ પડ્યું અને જગ્યા થઇ જેવી વાત છે એટલે આ લોકો તો એની માના મરવાની રાહ જોતા હતા કે માં મરે તો પૈસા અને જમીન મળે... કળિયુગમાં હજુ આવા કિસ્સા સાંભળવા મળે તો ચોંકતા નહિ હવે પ્રોપર્ટી માટે થવું નોર્મલ છે!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?