ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-20 20:29:57

 ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


ઉત્તર પ્રદેશના હજરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બૂમાબૂમ કરતો જોવા મળે છે. શનિવારે ઉત્તર પ્રદેશના હજરતગંજમાં ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાંથી એક ગાડી ઉઠાવી હતી. પોલીસને તો ખબર ન હોય કે આ ગાડી કોની છે કોની નહીં તેમના માટે તો બધા બરાબર કહેવાય તો તેમણે તો ગાડી ઉઠાવીને કાર્યાલયમાં ટેકાવી દીધી. પછી ગાડીનો જે માલીક હતો એ તે ટ્રાફિક પોલીસના કાર્યાલય પહોંચ્યો હતો અને ત્યાં બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે તમને દેખાતું નથી આ ગાડી પર ન્યાયાધીશ લખવામાં આવ્યું છે. અડધી કલાક તકરાર ચાલી છતાં પોલીસે ગાડી ન છોડી પછી ઉચ્ચ પોલીસ અધિકારીએ મધ્યસ્થતા દાખવી અને નો પાર્કિંગમાં ગાડી રાખવા બદલ હોબાળો કરનાર વ્યક્તિ પાસેથી 11 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે હાલ યૂપીના લખનઉમાં 11 જગ્યા પર નો પાર્કિંગ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને જેની પણ ગાડી નો પાર્કિંગમાં જોવા મળે તે જપ્ત કરી રહી છે. 


ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડીશ


લખનૌમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર ઉપાડીને મેરઠમાં તૈનાત જજના પુત્ર ગુસ્સે થઈ ગયા. શનિવારે પાર્ક રોડ પર પાર્કિંગ યાર્ડમાં યુવકએ હોબાળો મચાવ્યો હતો. યુવકના હંગામાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક ટ્રાફિક પોલીસને ધમકાવી રહ્યો હતો. યુવકે બૂમ પાડી કે તમે લોકોએ કાર કેવી રીતે ઉપાડી... હું આવું કરીશ. પોલીસ સ્ટેશનમાં ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડી દઈશ...?


યૂપી હાઈકોર્ટની ઘટના સામે આવી હતી


ઉલ્લેખનિય છે કે દિલ્લીથી પ્રયાગરાજની રેલ યાત્રામાં યૂપી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ ચૌધરી બેઠા હતા, એસી કોચ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી અને બાકી પણ અનેક સમસ્યા ન્યાયાધીશને થઈ કે નાસ્તો નહોતો મળ્યો વગેરે તો તેમણે આ વાતનો ખુલાસો માગ્યો હતો. પણ જેવી આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી કે ન્યાયાધીશ પોતાના વિશેષાધિકારોનો ફાયોદ ઉઠાવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જજ પોતાની જાતને સિસ્ટમથી ઉપર ન સમજે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?