દેશમાં રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી.. અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે.. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સત્સંગ સમારોહમાં નાસભાગ થતા લોકોના જીવ ગયા હતા. હાથરસના ફુલરઈ ગામમાં બનેલી આ ઘટનામાં 122 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગે બાળકો તેમજ મહિલાઓનો સમાવેશ હતો. પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી આજે હાથરસ ગયા હતા.
ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સીએમએ
ઉત્તરપ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.. સત્સંગમાં આવેલા લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા.. હાથરસમાં જે દુર્ઘટના બની તે ચર્ચાનો વિષય છે. એવી માહિતી પણ સામે આવી છે કે ભોલેબાબા (જેમના સત્સંગમાં) લોકો ભેગા થયા હતા તેમનું નામ એફઆઈઆરમાં સામેલ નથી.. એવી પણ માહિતી સામે આવી છે કે ભોલે બાબાનું કહેવું છે કે તે જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં હાજર ના હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવામાં આવી.. તે બાદ આજે રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી.
રાહુલ ગાંધી મળ્યા પીડિત પરિવારને
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસમાં બનેલી દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળવા માટે અલીગઢ પહોંચ્યા હતા... અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળ્યા બાદ તેઓ હાથરસ પહોંચ્યા. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. જ્યારે પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા.
સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે
પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા પણ આપી છે... રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. ન્યાય અપાવાની કોશિશ કરવામાં આવશે તેવી વાત રાહુલ ગાંધીએ કરી હતી. મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવતી કાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને મળવા જઈ શકે છે...
हाथरस हादसे के पीड़ित परिवारों का ढाढस बांधते नेता विपक्ष श्री @RahulGandhi
— Congress (@INCIndia) July 5, 2024
खुद को अकेला न समझें। इन कठिन परिस्थितियों में पूरा कांग्रेस परिवार आपके साथ खड़ा है।
???? हाथरस, उत्तर प्रदेश pic.twitter.com/LlmJvwDxMZ
बहुत परिवारों को नुकसान हुआ है, वे दुखी हैं.
— Congress (@INCIndia) July 5, 2024
पीड़ित परिवारों ने कहा कि प्रशासन की कमी थी.
कार्यक्रम में जिस हिसाब का पुलिस बंदोबस्त होना चाहिए था, वो नहीं था.
इन परिवारों को सही मुआवजा दिया जाए.
: नेता विपक्ष श्री @RahulGandhi pic.twitter.com/G0tTYKH1tj