હેટ સ્પીચ કેસ: આઝમ ખાનને ત્રણ વર્ષની સજા બાદ વિધાનસભાનું સભ્યપદ પણ થયું રદ


  • Published By :
  • Published Date : 2022-10-28 20:57:42


રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદની નોંધ લેતા વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ કાર્યવાહી કરી છે. સ્પીકર ઉપરાંત આકાશ સક્સેનાએ પણ સભ્યપદ રદ કરવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. સદસ્યતા રદ કર્યા બાદ સ્પીકરે રામપુર વિધાનસભાની ખાલી જગ્યાની માહિતી ચૂંટણી પંચને પણ મોકલી દીધી છે.


MP,MLAની સ્પેશિયલ કોર્ટે સંભળાવી હતી સજા


અત્રે ઉલ્લેખનિય છે કે સપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ગુરુવારે કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમને છ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે સજા સંભળાવી ત્યારથી તેમનું સભ્યપદ નિરસ્ત થવાનો ભય હતો. જો કે સજાની જાહેરાત બાદ આઝમને તરત જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે MP,MLAની સ્પેશિયલ કોર્ટે સુનાવણી શરૂ કર્યા પછી આઝમને દોષિત ઠેરવતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ ચાર વાગ્યાની આસપાસ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યા હતા.


આઝમ ખાન સામે કેસ શું હતો?


આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય કેસમાં તે દોષિત ઠર્યા હતા. આઝમ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ તે હતો કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને સીએમ યોગી પર પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?