સોશિયલ મીડિયા પર યુઝર્સે પૂછ્યા રેલવે મંત્રીને સવાલ, ઓડિશા ટ્રેન દુર્ઘટના વખતે ક્યાં ગયું 'કવચ'? અશ્વિની વૈષ્ણવનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 16:42:18

ઓડિશામાં રેલ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માત ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો તેમજ આ ઘટના અંગેની અપડેટ સતત મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત કવચ સિસ્ટમને લઈને પણ યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે. મંત્રીને સીધા સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં ગયા  સુરક્ષા કવચને લઈ કરવામાં આવેલા દાવા? તે સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટર માસ્ટર # પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  

યુઝર્સ પૂછી રહ્યા છે ક્યાં ગઈ કવચ સુરક્ષા સિસ્ટમ?

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રસિદ્ધિ પણ જલ્દીથી મળે છે તો ટ્રોલ પણ જલ્દી થવાય છે. ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં 200થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હવેથી રેલ અકસ્માત નહીં થાય, કવચ તેમને રોકી દેશે. ત્યારે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈ અનેક યુઝર્સ મંત્રીને સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે કે જ્યારે ઓડિશામાં રેલ દુર્ઘટના સર્જાઈ ત્યારે કવચ ક્યાં હતું? હવે જાણીએ જે કવચની આટલી બધી વાત થઈ રહી છે તે શું છે? 

Image

શું છે કવચ જેની થઈ રહી છે ચર્ચા? 

રેલવેમાં થતાં અકસ્માતને રોકવા ભારતીય રેલવેએ કવચ નામની એક સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું હતું. એવો દાવો કરવામાં  આવ્યો હતો કે આ એક એવી સિસ્ટમ હતી જેનાંથી અકસ્માતને રોકી શકાય છે. જો બે ટ્રેન આમને સામને આવી ગઈ તો આ સિસ્ટમને કારણે ટ્રેન અનેક મીટર દૂર જ ઉભી રહી જશે જેને કારણે અકસ્માત અટકી જશે. આ સિસ્ટમનું જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અશ્વિની વૈષ્ણવ પોતે ટ્રેનમાં સવાર હતા. તે વખતે આ પરીક્ષણ સફળ થયું હતું. તે સમયે કવચ સિસ્ટમને લઈને જે દાવો કરવામાં આવ્યો હતો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મમતા બેનર્જીએ પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..