અમેરિકા ભયાનક હિમ તોફાનની ઝપેટમાં, 1400થી વધુ ફ્લાઈટ રદ્દ, અનેક રાજ્યોમાં અંધારપટ


  • Published By :
  • Published Date : 2023-02-23 17:06:03

અમેરિકામાં ફરી હિમ તોફાન ત્રાટક્યું છે, દેશના પશ્ચિમ અને મધ્ય ભાગના રાજ્યોને આ બરફના તોફાને ધમરોળ્યા છે. અમેરિકામાં આ હિમપ્રપાતથી સ્થિતી એટલી ભયાનક બની છે કે વિવિધ એરલાઈન્સની 1,300થી વઘુ ફ્લાઈટ રદ્દ જ્યારે 2,000 હજારથી પણ વધુ ફ્લાઈટ મોડી થઈ છે. ખરાબ હવામાનના કારણે ગ્રેટ લેક્સ અને દક્ષિણના મેદાનોના મિનેસોટા અને અન્ય રાજ્યોમાં મોડી કે રદ્દ થઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાકે બે ઈંચ જેટલી હિમવર્ષા થઈ છે.


માર્ગો પર બરફ છવાયો


અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં ભયાનક બરફવર્ષાના કારણે માર્ગો પર બરફના થર જામી ગયા છે. સર્વત્ર બરફ છવાઈ જવાથી માર્ગો પર વાહન વ્યહાર થોભી ગયો છે. સુસવાટા મારતા પવનો અને હિમવર્ષાએ લોકોની હાલત ખરાબ  કરી નાખી છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ વિક્ષેપ આવી રહ્યો છે.  


વીજ પુરવઠો ખોરવાયો


કેલિફોર્નિયામાં જોરદાર પવન ફુંકાતા વિજળીના તાર તુટી ગયા છે, જેના કારણે 65 હજારથી પણ વધુ લોકોને અંધારપટ હેઠળ રાત પસાર કરવી પડી હતી. દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતી એટલી ખરાબ છે કે 1989 બાદ પહેલી વખત લોસ એન્જલસ, વેંટ્યૂરા અને સાંતા બાર્બરામાં હિમ તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?