અમેરિકાની ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંકને નિયમનકારોએ બંધ કરી દીધી છે. સિલિકોન વેલી બેંક (SIVB.O) બંધ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં તૂટી જનારી તે દેશની બીજી બેંક બની છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ નિમણૂકનો અર્થ એ થાય છે કે તે થાપણદારો અને અન્ય કામ માટે આવતા ગ્રાહકોની કાળજી લેશે.
શેરમાં 60 ટકાનો ઘટાડો
ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સૌથી અગ્રણી ધિરાણકર્તાઓમાંની એક સિલિકોન વેલી બેંક છેલ્લા ઘણા સયમથી સંઘર્ષ કરી રહી હતી. શુક્રવારે યુએસ ફેડરલ સરકારને પગલું ભરવાની ફરજ પડી છે. આંકડાં પરથી જાણવા મળે છે કે મુશ્કેલીમાં મુકાયેલી બેંકના શેરમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ડિપોઝીટ અને પ્રોપર્ટી ટ્રાન્સફર
FDIC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે થાપણદારોની સુરક્ષા માટે, FDIC એ સિગ્નેચર બ્રિજ બેંક N.A.ની તમામ ડિપોઝીટ અને સિગ્નેચર બેંકની તમામ પ્રોપર્ટીને પણ ટ્રાન્સફર કરી દીધી છે. સિગ્નેચર બ્રિજ બેંક એ સંપૂર્ણ-સેવા બેંક છે જે હવે FDIC દ્વારા સંચાલિત કરવામાં આવશે. સિગ્નેચર બેંકની ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ઉત્તર કેરોલિના અને નેવાડા સહિત દેશભરમાં 40 શાખાઓ હતી.