અમેરિકામાં 1-2 નહીં પણ 186 બેંકો પર સંકટ, એક રિસર્ચ રિપોર્ટમાં કરાયો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-19 16:26:57

અમેરિકામાં બેંકિંગ સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. એક અઠવાડિયાની અંદર બે બેંકો પડી ભાંગી છે અને ત્રીજી પતનની આરે છે. આ સંકટે હવે યુરોપને પણ ઘેરી લીધું છે. ત્યાંની મોટી બેંક ક્રેડિટ સુઈસ પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. 


186 બેંકો પતનના આરે


અમેરિકામાં બેંકિંગ સંકટ પર સોશિયલ સાયન્સ ઇ રિસર્ચ નેટવર્ક પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ નવા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વધુ 186 બેંકો પતનની આરે છે. બેંકોની આ સ્થિતિ વ્યાજ દરોમાં વધારા અને જંગી અનઈન્સ્યોર્ડ ડિપોઝીટને કારણે સર્જાઈ છે.સિલિકોન વેલી બેંક જે ઝડપથી પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ તે કલ્પના બહારની વાત છે.  


નાની બેંકોએ ચિંતા વધારી


અમેરિકામાં બેંકિંગ કટોકટી શરૂ થયા બાદ લોકો નાની બેંકોમાંથી પૈસા ઉપાડીને મોટી બેંકોમાં મુકી રહ્યા છે. તેઓ માને છે કે મોટી બેંકોમાં જોખમ ઓછું છે. 2001થી અમેરિકામાં 500થી વધુ બેંકો પડી ભાંગી છે. મોટાભાગના લોકો એ વિચારીને બેંકમાં પૈસા જમા કરાવે છે કે તેમના પૈસા ત્યાં સુરક્ષિત છે. પણ એવું બિલકુલ નથી. અમેરિકામાં જો કોઈ બેંક બેંક ડિફોલ્ટ થાય કે નાદાર થઈ જાય તો ડિપોઝીટરને 2.5 લાખ ડોલર મળે છે. પછી ભલે તમારા કરોડો ડોલર બેંકમાં જમા કેમ ન હોય.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?