ભારતીય મૂળની રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવો કર્યો છે. નિક્કી હેલી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, "હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છું."
ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર
મિડીયા રિપોર્ટ મુજબ, ભારતીય મૂળની અમેરિકાની નેતા 52 વર્ષીય હેલી બે વખત સાઉથ કેરોલિના રાજ્યની ગવર્નર રહી ચુકી છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદુત પણ રહી ચુકી છે. હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડનારી પ્રથમ દાવેદાર છે. અત્યાર સુધી ટ્ર્મ્પ તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડનારા એક માત્ર દાવેદાર હતા. આ પહેલા પણ એક ઈન્ટરર્વ્યુમાં તેમણે ચૂંટણી લડવા અંગે સંકેત આપ્યા હતા. નિક્કી હેલી બુધવારે સાઉથ કેરોલિનાના ચાર્લસ્ટનમાં એક ભાષણ દરમિયાન પોતાની પ્રચાર યોજના રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમને પાર્ટીમાં મોટો પડકાર માનવામાં આવે છે.