પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જૂન 2023ના રોજ અમેરિકામાં સ્ટેટ ડિનરમાં હાજરી આપશે. પીએમ મોદીની સત્તાવાર સરકારી મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન તેમની યજમાની કરશે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તે અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડશે.
PM Modi to embark on official state visit to US in June: MEA
Read @ANI Story | https://t.co/xi09rdKljH#PMModi #US #MEA pic.twitter.com/Xq6PBOfu1M
— ANI Digital (@ani_digital) May 10, 2023
વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
PM Modi to embark on official state visit to US in June: MEA
Read @ANI Story | https://t.co/xi09rdKljH#PMModi #US #MEA pic.twitter.com/Xq6PBOfu1M
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ભારત-પેસિફિક ક્ષેત્ર માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહિત અમારી વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીને વધારવાના અમારા સહિયારા સંકલ્પને મજબૂત કરશે. અમેરિકાના પ્રમુખ બિડેન સાથેની બેઠક દરમિયાન, બંને નેતાઓ શૈક્ષણિક આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવાના ઉપાયો પર ચર્ચા કરશે. આ સાથે, જ બંને દેશો ક્લાઈમેટ ચેન્જથી લઈને વર્કફોર્સ ડેવલપમેન્ટ અને હેલ્થ સિક્યુરિટી સુધીના પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરીશે.