વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ હવે તો દુનિયાના મોટા દેશોના વડાઓ પણ પીએમ મોદીના ચાહક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદીના એટલા પ્રશંસક બની ગયા છે કે તેઓ પણ તેમનો ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા હતા.
'મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે'
ક્વાડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદીને કહ્યું કે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ટોચના નાગરિકો તરફથી ઘણી અરજીઓ મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી જૂનમાં અમેરિકા જવાના છે. જો બિડેને પીએમ મોદીને એમ પણ કહ્યું કે 'તેમણે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ'.
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में अमेरिका के राष्ट्रपति जो बाइडेन से मुलाकात की। #G7Summit pic.twitter.com/pZB43z1UMJ
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
ગઈ કાલે પણ બંને નેતાઓ પ્રેમથી ભેંટ્યા હતા
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में अमेरिका के राष्ट्रपति जो बाइडेन से मुलाकात की। #G7Summit pic.twitter.com/pZB43z1UMJ
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન જે રીતે પીએમ મોદીને મળવા માટે તેમની ખુરશી પાસે આવ્યા ત્યારે પીએમ મોદી પણ આદર સાથે ઉભા થયા અને તેમને ભેટ્યા હતા તે આખી દુનિયાએ જોયું હતું. આ પહેલા પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઇટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઇ રહ્યું છે.