અમેરિકામાં ચાઈનીઝ બલુન અને યુએફઓ તોડી પાડવામાં આવ્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે ચીને આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી ભારતથી ગલ્ફ દેશોમાં જાસૂસી કરી છે. હવે ચીનના આ જાસૂસી ફુગ્ગાઓનો સૌથી મહત્વપૂર્ણ કાટમાળ અમેરિકાના હાથમાં મળ્યો છે જે ડ્રેગનની પોલ ખોલી શકે છે.
ચીન કરી રહ્યું હતું જાસુસી
અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને કહ્યું કે સેનાને હાઈ-એલ્ટિટ્યૂડ સ્પાય બલૂનના મુખ્ય સેન્સર મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મદદથી છેલ્લા ઘણા સમયથી ગુપ્તચર દેખરેખ કરવામાં આવી રહી હતી. ચીન છેલ્લા ઘણા સમયથી આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી આખી દુનિયા પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે આ જાસૂસી બલૂન ભારત, જાપાન, ગલ્ફ દેશો અને લેટિન અમેરિકન દેશો ઉપર ઉડી ચૂક્યું છે.
અમેરિકાની એરફોર્સે તોડી પાડ્યું હતું
અમેરિકાની એરફોર્સે 10 દિવસ પહેલા જ સાઉથ કેરોલિનાના કિનારે ફાઈટર જેટની મદદથી ચીનના આ જાસૂસી બલૂનને હવામાં તોડી પાડ્યું હતું. યુએસ આર્મીના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, ક્રૂએ ઘટનાસ્થળેથી નોંધપાત્ર કાટમાળ મેળવ્યો છે. તેમાં તમામ મુખ્ય સેન્સર અને ઈલેક્ટ્રોનિક પીસ પણ સામેલ છે. આ ચાઈનીઝ બલૂનને પહેલીવાર 4 ફેબ્રુઆરીએ નીચે ઉતારવામાં આવ્યું હતું. આ પહેલી રહસ્યમય વસ્તુ હતી જેને અમેરિકી સેના દ્વારા મિસાઈલમાંથી છોડવામાં આવી હતી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે પણ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અજાણી વસ્તુઓને મારવાના પગલાનો બચાવ કર્યો છે.