બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવો ગોળીબાર, 11 લોકોને ગોળી મારી, 1નું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:25:58

બિહારના બેગુસરાઈમાં ગઈકાલે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અજાણ્યા યુવકોએ ટૂવ્હીલ પર આવીને અચાનક જ 11 લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું મોત થઈ ગયું હતું. બિહાર પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપી દીધા છે. 



CCTVમાં બાઈકર કેદ થયા 

પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બિહારના બેગુસરાઈ જિલ્લામાં રસ્તાઓ પર બે બાઇક પર આવેલા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યા પછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બેગુસરાઈ જિલ્લાના વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.  ગોળીબાર અનેક જગ્યાઓ પર થયો હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ગોળીબાર થયા તે પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં જ થયા હતા. તમામ ઘટનાની ગંભીરતનાને ધ્યાનમાં લઈ બેગુસરાય પોલીસે જિલ્લાની સરહદો બંધ કરી દીધી હતી અને શૂટરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.


CCTVમાં બાઈક ચાલકો કેદ થયા


મૃતકની ઓળખ ચંદન કુમાર તરીકે થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે મલ્લેહપુરમાં બે લોકોને ગોળી મારવામાં આવી હતી, બરૌની થર્મલ પાવર સ્ટેશન ચોક પાસે ત્રણ લોકોને ગોળી મારવામાં આવી હતી, બેને બરૌની શહેરમાં, બેને તિહરા બ્લોકમાં અને બેને બછવારા બ્લોકમાં ગોળી વાગી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?